20મી સદીના મધ્યમાં જર્મની અને તેના આસપાસના તમામ દેશોમાં એક જ નામ જોર જોરથી ગુંજતું હતું. “હિટલર” !  ટાઇટલ આવું કેમ ? પેહલા તો એની સફાઈ આપી દઉ. ગાંડો એટલે તમે સમજો છો તે મૂરખ નહીં,પણ અહીં ગાંડો એટલે જૂનુની,જિદ્દી ,અડગ અને ક્રૂર પણ ! હું નિશી પટેલ,આજે મારા પેહલા આર્ટિકલમાં વાત કરવા જઈ રહ્યો છું ,એક ગાંડા શાસકની !

હિટલરના વર્ણન માટે જિદ્દી,પ્રભાવશાળી,આદર્શવાદી, ઉદ્દામવાદી, જુદી જાતિના લોકો પ્રત્યે ખરાબ વર્તન ધરાવનાર અને અહંકારી! ઘણા લોકો હિટલરને ક્રૂર,ઘમંડી માને છે. અને ઘણા લોકો એક સારો લીડર, મને છે. પણ બંનેમાંથી આપણે શું માનવું ? હું આ બંને વાતથી સહમત છું. કેટલાક લોકો હિટલરના નેતૃત્વના દીવાના છે,તો કેટલાક લોકો હિટલરે કરાયેલા જ્યુસ લોકોના નિર્દય હત્યાકાંડના કારણે ધિક્કારે છે.


20 એપ્રિલ,1889ના દિવસે ઓસ્ટ્રિયાના એક નાના ગામ બ્રનાઉમાં એલોઇસ અને ક્લારા હિટલરની કોખે જન્મ થયેલો. પ્રાથમિક અભ્યાસથી જ તે બુદ્ધિમાન અને લીડરશિપના ગુણના કારણે સ્કુલમાં વખણાયા. પણ માધ્યમિક શિક્ષણમાં વધેલી સ્પર્ધાના કારણે તેમણે અભ્યાસ છોડ્યો. 

તેઓ માત્ર 13 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું અવસાન થયેલું . હવે હિટલર તેમના માતા-પિતાના પેહલા સંતાન હોવાથી પરિવારનો બધો બોજ તેમના પર હતો. તેમને કલાકાર બનવાનું ભૂત ઊપડ્યું,જેના કારણે તેઓ 18 વર્ષની ઉંમરે વિયેનામાં ગયા. તેમણે બે ઇન્સ્ટિટ્યૂટમાં અરજી કરી પણ તેઓ રિજેક્ટ થયા. પછી એકાએક તેમને રાજનીતિમાં રસ પડ્યો . આ એક તેમના જીવનનો સૌથી મોટો વળાંક હતો. જેના કારણે આપણે આજે તેમને યાદ કરીએ છીએ. 

એડોલ્ફ હિટલર (1938)
એડોલ્ફ હિટલર (1938)

પેહલા વિશ્વ યુદ્ધ દરમિયાન તેમણે જર્મની આર્મીને સ્વયંસેવક તરીકે સેવા આપી. તેમને તેમની બહાદુરી બદલ મેડલ પણ મળ્યા, જેમાં આયર્ન ક્રોસ ફર્સ્ટ ક્લાસ પણ મળ્યો હતો. 1918માં જર્મનીએ શરણાગતિ સ્વીકારી ,વરસાઈલ્સ અંગે કરાર થયો અને બીજા વિશ્વયુદ્વનો અંત આવ્યો. હિટલર ખૂબ ખરાબ રીતે ઘવાયો, આંખે અંધારપાટ આવી ગયા. તે જર્મનીની હારથી ખૂબ જ તણાવમાં રહેતો. એક વર્ષ પછી સાજો થઈ ગયો ત્યારે 1919માં જર્મન વર્કર્સ પાર્ટી સાથે પેહલીવાર મિટિંગ કરી. જે જ્યુસવિરોધી અને રાષ્ટ્રવાદી પાર્ટી હતી. જેનાથી હિટલર ખૂબ જ પ્રભાવિત હતો. હિટલર ગણતરીના દિવસોમાં જ આ પાર્ટીનો કાર્યરત સભ્ય અને વક્તા બન્યો. તેમના પ્રભાવશાળી વક્તત્વના લોકો દીવાના થઈ ગયા હતા. તે વરસાઈલ્સ અંગેના કરારમાં વિશે બોલતો હતો. વધુને વધુ બોલતો હતો. લોકો તેને સાંભળવા માટે તો પાર્ટીમાં જોડાતા. ટૂંક જ સમયમાં તે આ પાર્ટીનો(જેને “નાઝી” તરીકે પણ આપણે ઓળખીયે છીએ.) નેતા થઈ ગયો. 

યુદ્ધમાં થયેલા પરાજયના અને ફુગાવાની અસરના કારણે જર્મનીનું અર્થતંત્ર પાંગળું થઈ ગયું. હિટલરને વધુને વધુ સપોર્ટ મળતો ગયો. તે સરકાર પાસે તેની વાત મનાવવા માંગતો હતો. હિટલરના વધતા પ્રભુત્વના કારણે તેને વહેમના ઘેરાના કારણે કોર્ટમાં ધકેલ્યો. થોડા મહિના પછી છોડી દેવામાં આવ્યો. જર્મની અને હિટલરના વધતા તણાવને કારણે પાર્ટીને વધુને વધુ સપોર્ટ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા. 1932ની ચૂંટણીમાં નાઝી તરફથી પોલ હિંડનબર્ગની સામે ઉભો રહ્યો,અને ચૂંટણીમાં બીજા નંબરે આવ્યો. 1933માં તેને જર્મનીનો ચાન્સેલર બનાવામાં આવ્યો. હિંડનબર્ગના અવસાન પછી તે જર્મનીનો સરમુખ્યતાર બન્યો.

હિટલરના ભાષણોથી તો લોકો ગાંડા થઈ જતા.હિટલર લોકોમાં તેના મનમાં લાગી રહેલી હારની આગનો નાનો એવો તણખો લોકોને ચાંપતો. હિટલરને જ્યુસલોકોથી ખૂબજ નફરત હતી. તે એવું માનતો હતો કે જર્મનીની જે પેહલા વિશ્વયુદ્દમાં હાર થઈ હતી તેનું કારણ માનતો હતો. માનવીના ઇતિહાસનો સૌથી ક્રૂર કહી શકાય તેવો હત્યાકાંડ ‘હોલોકસ્ટ'(યહૂદીઓ નો નરસંહાર) હિટલરે જ કરાવ્યો હતો. જેમાં નાઝીઓ એ 60 લાખથી વધુ જ્યુસ લોકોની ક્રૂર (ક્રૂર પણ ઓછું પડે) હત્યા કરી હતી. તેમને માનસિક ત્રાસ, બળાત્કાર જેવા ઘાતકી પ્રવુત્તિઓ પણ કરેલી. 

હિટલર દ્વારા કરાયેલા હત્યાકાંડની આ તસ્વીર પરથી તમે તેની ક્રૂરતાનો અંદાજો લગાવી શકો છો.

હિટલર એ બુદ્ધિમાન અને કઠોર હતો. હું તો તેને એક જીવલેણ કોમ્બિનેશન કહીશ. શરૂઆતમાં તો પાડોશી દેશોએ હિટલર તરફ બહુ ધ્યાનના આપ્યું પણ હિટલરે થોડાક જ સમયમાં આતંક મચાવી દીધો. 1936માં હિટલરના નામનો આતંકે નવું રૂપ ધારણ કર્યું . હિટલરે હાઈનલેન્ડ પર ચડાઈ કરી. પછી ઓસ્ટ્રિયા,ઝૅકોસ્લોવાકિયાના વિસ્તાર પર ચડાઈ કરી. 1939માં પોલૅન્ડ પર ચડાઈ કરી,અહીંથી બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ. હિટલરે રશિયા સાથે ‘બંને દેશ વચ્ચે યુદ્ધ નહીં થાય’ એવો કરાર કર્યો હતો. તેમ છતાં પણ તેણે રશિયા પર ચડાઈ કરી,અને રશિયાએ પણ વળતો જવાબ આપ્યો. આ હિટલર અને જર્મનીના પતનની શરૂઆત હતી. 

હિટલરે જમીનની નીચે છ માળની બંકર બનાવી હતી. એવું કહેવાય છે કે યુદ્ધના છેલ્લા છ મહિના હિટલર તેની સેનાને આ બંકરમાંથી આદેશ આપતો હતો. હિટલરને ખબર પડી જ ગઈ કે યુદ્ધ પેહલેથી જ હાથમાં હતું જ નહીં, અને જર્મની હારી જ જવાનું એવી ખબર જ હતી. રશિયાની સેના જર્મનીમાં હિટલરને પકડવા માટે આવી ત્યારે હિટલર પકડાય એ પેહલા તેણે અને તેની પત્ની(હજુય તો એક દિવસ પેહલા જ લગ્ન કર્યા હતા) એ ગોળી મારી આત્મહત્યા કરી દીધી. પણ આ બધું રશિયન સેના એ જે કહ્યું એ મેં લખ્યું છે. હિટલરના મૃત્યુ અંગે ઘણી રહસ્યો વાળી વાતો તમને ગૂગલ પર શોધશો તો મળી રહેશે. અમેરિકા આ અંગે એવું કહે છે કે રશિયાએ ક્યારેય હિટલરને પકડી શકી નહોંતી,એટલે જ હિટલરે આત્મહત્યા કરી એવું જુઠાણું બહાર પાડ્યું છે.

હિટલર રહસ્યમયી માણસ હતો. હિટલરના લીડરશીપ સાથે હરીફાઈ કરી શકે તેવો કોઈ હજુય પેદા નથી થયો અને થશે પણ નહીં. તેના જેવો ક્રૂર માણસ પણ દુનિયામાં કોઈ પેદા નહીં થયો હોય. મને જો કોઈ કહે કે હિટલરને એક લાઈન માં વર્ણવો તો હું હિટલરને “એક હોશિયાર દૈત્ય” કહીશ.

મારો આ પેહલો આર્ટિકલ વાંચવા બદલ આભાર ! તમારે આ આર્ટિકલ અંગે કોઈ મૂંઝવણ કે સવાલ હોય તો મને niship80@gmail.com પર નિઃસંકોચ થઈ  મેઈલ મોકલજો. નીચે તમારું રિએક્શન પણ આપજો !

TO Read this Article in ENGLISH,Go to >> http://gujjugeek.com/pdf/Adolf%20Hitler@GujjuGEEK.COM.pdf

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here