એરે એ સરખી ડેટાટાઈપ નો સમુહ છે અને તે એક જ નામ નો ઉપયોગ કરે છે.એક કરતા વધારે ડેટા ને એક જ વેરીયેબલ મા સંગ્રહ કરવા માટે એરે નો ઉપયોગ થાય છે. એરે એ એક તારવેલી ડેટાટાઈપ છે કારણ કે તેને પ્રીમીટીવ ડેટાટાઈપ ઉપર થી તરાવેલી છે.

એરે ના ત્રણ પ્રકાર છે.

  • One Dimension (એક પરિમાણીય એરે)
  • Two Dimension (દ્વિ પરિમાણીય એરે)
  • Multi Dimension (બહુ પરિમાણીય એરે)

એક પરિમાણીય એરે | One Dimension Array

એક પરિમાણીય એરે એક જ પ્રકાર ના અને એક જ ડેટાટાઈપ નો સમુહ છે.

Syntax:

[crayon lang=”c”]

Data_Type Array_Name[Size];

[/crayon]

ઉદાહરણ:

[crayon lang=”c”]
Int GujjuGEEK[10];
[/crayon]

  • એક પરિમાણ મા દરેક તત્વને(Element) ને એરે ના નામ અને તેની ઇન્ડેક્સ થી ઓળખાય છે.
  • એરે માં ઈન્ડેક્સ ની શરૂઆત હંમેશા ૦ થી થાય છે.
  • એરે માં પેહલો એલિમેન્ટ એ [૦], બીજો [૧] અને આમ જ વધતો રહે છે.
  • એરે બનાવતા સમય એ તેમાં આપણે કિંમત આપી શકીયે છીએ.

કઈ રીતે એરે માં કિંમતો આપી શકાય?

રીત ૧ :-
Syntax:-

[crayon lang=”c”]
Data_Type Array_Name[size]={list of values};
[/crayon]

ઉદાહરણ:-

[crayon lang=”c”
int GujjuGEEK[5]={1,2,3,4,5};[/crayon]

GujjuGEEK[0] GujjuGEEK[1] GujjuGEEK[2] GujjuGEEK[3] GujjuGEEK[4]

રીત ૨ :-
Syntax:-

[crayon lang=”c”]
Data_Type Array_Name[]={list of values};
[/crayon]

ઉદાહરણ:-

int GujjuGEEK[]={1,2,3,4,5};
GujjuGEEK[0] GujjuGEEK[1] GujjuGEEK[2] GujjuGEEK[3] GujjuGEEK[4]
1 2 3 4 5

 

દ્વિ પરિમાણીય એરે | Two Dimension Array

બે પરિમાણીય એરે એક જ પ્રકાર ના અને એક જ ડેટાટાઈપ નો સમુહ છે અને તે મેટ્રિક્સ એટલે કે ટેબલ ના આકાર માં હોય છે. તેનો ઉપયોગ rows અને column ને દર્શાવા માટે થાય છે.

Syntax:

[crayon lang=”c”]
Data_Type Array_Name[row size][column size];
[/crayon]

કઈ રીતે બે પરિમાણીય એરે માં કિંમતો આપી શકાય ?

Syntax:

[crayon lang=”c”]
Data_Type Array_Name[row size][column size]={list of values};
[/crayon]

ઉદાહરણ:-

int GujjuGEEK[3][3]={1,2,3,4,5,6,7,8,9};
GujjuGEEK Column 0 Column 1 Column 2
Row 0 1 2 3
Row 1 4 5 6
Row 2 7 8 9

કઈ રીતે બે પરિમાણીય એરે ને કિંમતો મળે છે?
બે પરિમાણીય એરે માં દરેક એલિમેન્ટ ને તેની row અને column ની ઈન્ડેક્સ ના દ્વારા ઓળખાય છે.

અહીંયા આપણે ઉપરના ઉદાહરણ નો ઉપયોગ કરીએ છીએ.
બે પરિમાણીય માં કિંમતો આપતી વખતે પહેલી કિંમત એરે ની [0][0] ની ઈન્ડેક્સ માં સ્ટોર થાય છે. જયારે બીજી કિંમત [૦][૧] માં સ્ટોર થાય છે.આજ રીતે બધી કિંમતો એરે માં સ્ટોર થાય છે.

GujjuGEEK Column 0 Column 1 Column 2
Row 0 [0][0] [0][1] [0][2]
Value 1 2 3
Row 1 [1][0] [1][1] [1][2]
Value 4 5 6
Row 2 [2][0] [2][1] [2][2]
Value 7 8 9

 

બહુ પરિમાણીય એરે | Multi Dimension Array

બહુ પરિમાણીય એરે એક જ પ્રકાર ના અને એક જ ડેટાટાઈપ નો સમુહ છે અને તે એક કરતા વધારે પરિમાણીય ને દર્શાવા માટે ઉપયોગ કરાય છે. તે એક કરતા વધારે પરિમાણીય ને દર્શાવા માટે ઉપયોગ કરાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here