ઇફ સાથે નિર્ણય (decision making with if statement)

સી ભાષા માં અમુક નિર્ણયો (decision) શરતો (condition) ને મુજબ લેવા માં આવે છે. આવી જરૂરિયાત માટે ડિસિશન મેકિંગ ની જરૂર પડે છે.
ડિસિશન મેકિંગ માં પેહેલા શરત ચકાસવા માં આવે છે અને તેના ઉપર થી નિર્ણય લેવા માં આવે છે.

તેના પ્રકાર નીચે મુજબ છે.

  • if statement
  • if…else statement
  • nested if statement
  • if…else if ladder statement
  • switch case statement

if Statement

Syntax:
[crayon lang=”c”]
if(condition)
{
Statement block;
}
[/crayon]

સૌપ્રથમ શરત(condition) ચકાસવામાં આવે છે.જો શરત(condition) સાચી પડે ત્યારેજ તેની અંદર નું કાર્ય કરવામાં આવે છે.આમાં ખાલી એક જ શરત(condition) હોય છે.

if…else Statement

Syntax:
[crayon lang=”c”]
if(condition)
{
Statement block;
}
else
{
Statement block;
}
[/crayon]

સૌપ્રથમ શરત(condition) ચકાસવામાં આવે છે.જો શરત(condition) સાચી પડે ત્યારે ઇફની(if) અંદર નું કાર્ય કરવામાં આવે છે.અથવા એલ્સ (else) નું કાર્ય કરવા માં આવે છે. આમાં ખાલી એક જ શરત હોય છે.

Nested if Statement

એક ઇફ(if) ની અંદર બીજુ ઇફ(if) હોય તેને nested if else કહે છે.

Syntax:
[crayon lang=”c”]
if(condition1)
{
if(condition2)
{
Statement block;
}
else
{
Statement block;
}
}
else
{
Statement block;
}
[/crayon]

જયારે બહારના ઇફ(if) ની શરત(condition 1) સાચી પડે તો અને તો જ અંદર ની ઇફ(if) ની શરત(condition 2) ચકાસવા માં આવે છે.અથવા એલ્સ(else) ની અંદર નું કાર્ય થાય છે.

જયારે બહાર ના ઇફ(if) ની શરત(condition 1) સાચી પડે અને તેની જોડે અંદર ની ઇફ(if) ની શરત(condition 2) સાચી પડે તો તેના અંદર નું  કાર્ય થાય છે.

જયારે બહાર ની ઇફ(if) ની શરત(condition 1) સાચી પડે અને અંદર ની ઇફ(if) ની શરત(condition 2) ખોટી પડે ત્યારે તેની જોડે રહેલા એલ્સ(else) નું કાર્ય થાય છે.

else if Ladder Statement

Syntax:
[crayon lang=”c”]
if(condition1)
Statement;
else if (condition2)
Statement;
else if (condition3)
Statement;
else if (condition4)
Statement;
.
.
else
Statement;
[/crayon]

સૌપ્રથમ પેહેલી શરત-1(condition1) ચકાસવા માં આવે છે.જો પેહેલી શરત-1(condition1) સાચી પડે તો તેનું કાર્ય થાય છે. અથવા શરત-૨ (condition2) ચકાસવા માં આવે છે. અને તેનું કાર્ય થાય છે. જો એક પણ શરત(condition) સાચી ન પડે તો એલ્સ(else) નું કાર્ય થાય છે.

Switch Case Statement

Syntax:
[crayon lang=”c”]
switch(n)
{
Case 1:
break;
Case 2:
break;
.
.
.
Default:
Break;
[/crayon]

સ્વીટ્ચ કેસ નો ઉપયોગ જયારે કોઈ એક કરતા વધારે પસંદગીની યાદી(list of choices) માંથી એક જ પસંદ(choice) કરવાની હોય ત્યારે થાય છે.એક જ સમય  એક જ પસંદગી(choice) કરી શકાય છે.

સ્વીટ્ચ કેસ માં આવેલી કિંમત ઉપર થી કેસ પસંદ કરવા માં આવે છે. જો કેસ માં આવેલી કિંમત કોઈ પણ કેસ સાથે ના મળે તો ડિફોલ્ટ કેસ પસંદ થાય છે.

કેસ હમેશા break કિવોર્ડ્સ  થી પૂરો થાય છે. અને case પાસે હંમેશા : નો ઉપયોગ થાય છે.

લૂપ | Loops

લૂપ નો ઉપયોગ તેની અંદર રહેલા ભાગ(portion) ને એક કરતા વધારે વખત ચલાવા(executes) માટે થાય છે અને લૂપ શરતો(condition) ના પ્રમાણે(based) ચાલે છે. અમુક વાર લૂપ ની અંદર નો ભાગ(portion) એક કરતા વધારે વખત ચલાવા(executes) માટે અંકો(numbers) ની જરૂર પડે છે જ્યાં સુધી શરતો(condition) સાચી હોય ત્યાં સુધી આ લૂપ ફરે છે.

લૂપ ના ત્રણ પ્રકાર છે.

  • while Loop
  • do…while Loop
  • for Loop

while Loop

જયારે કોઈક કાર્ય(task) વારંવાર કરવાનું હોય ત્યારે તેને લૂપ ની અંદર મુકવામાં આવે છે.જ્યાં સુધી લૂપ ની શરત(condition) સાચી(true) હોય ત્યાં સુધી કાર્ય(task) કરવા માં આવે છે.

Syntax:
[crayon lang=”c”]
while (condition)
{
Task;
}
[/crayon]

સૌથી પેહેલા લૂપ ની શરત(condition) ચકાસવા(check) માં આવે છે. જો શરત(condition) સાચી(true) પડે તો ને તો જ અંદર નું કાર્ય(task) કરવામાં(executes) આવે છે.

એક વાર કાર્ય(task) કરીયા(executes) પછી ફરીથી લૂપ ની શરત(condition) ચકાસવા(check) માં આવે છે. આવી જ રીતે જ્યાં સુધી(until) લૂપ ની શરત(condition) ખોટી(false) ના પડે ત્યાં સુધી લૂપ ચાલતી રહે છે.

આ લૂપમાં  સૌપ્રથમ લૂપ ની શરત ચકાસવામાં આવે છે અને પછી જ અંદર નું કાર્ય થાય છે માટે આ લૂપ ને entry control કહે છે.

do…while Loop

જયારે કોઈક કાર્ય(task) વારંવાર કરવાનું હોય ત્યારે તેને do અને while ની વચ્ચે મુકવામાં આવે છે.જ્યાં સુધી લૂપ ની શરત(condition) સાચી(true) હોય ત્યાં સુધી કાર્ય(task) કરવા માં આવે છે.

Syntax:
[crayon lang=”c”]
do
{
Task;
}while (condition);
[/crayon]

આ લૂપ માં સૌપ્રથમ એક વાર(task) કાર્ય કરવા(executes) માં આવે છે તે પછી જ તેની શરત(condition) ચકાસવા(check) માં આવે છે માટે આ લૂપ ને exit control  લૂપ કહે છે. અને જો શરત(condition) સાચી પડે તો જ કાર્ય(task) બીજીવાર(again) કરવા(execute) માં આવે છે.

for Loop

જયારે કોઈક કાર્ય(task) વારંવાર કરવાનું હોય ત્યારે તેને for  ની અંદર મુકવામાં આવે છે.જ્યાં સુધી લૂપ ની શરત(condition) સાચી(true) હોય ત્યાં સુધી કાર્ય(task) કરવા માં આવે છે.

Syntax:
[crayon lang=”c”]
for(initialization ; condition ; iteration)
{
Task;
}
[/crayon]

Initialization એટલે તે લૂપ ની શરૂઆતને દર્શાવે છે. તે લૂપ ની શરૂઆત ક્યાંથી ચાલુ થવાની છે તે દર્શાવે છે.
Condition એ શરત દર્શાવે છે. લૂપ ને ક્યાં થી અટકાવી તે શરત ઉપર થી નક્કી કરવામાં માં આવે છે.
Iteration એ અચળ ની કિંમતો મા વધારો અને ઘટાળો કરવા માટે થાય છે.આ અચળ ની કિંમત શરૂઆત જે condition ના ભાગ માં આપેલી હોય તે જ હોય છે.

આ લૂપ માં ગણતરી(counting) ની શરૂઆત(started) initialization માં આપેલી અચળ(variable) ની કિંમત(value) થી થાય છે. અને લૂપ નું કાર્ય(task) થાય છે અને અચળ(variable) ની કિંમત માં વધારો(increment) અને ઘટાળો(decrement) થાય છે જે પ્રોગ્રામર ઉપર નીરધારીત(depends) હોય છે. જ્યાં સુધી લૂપની શરત(condition) ખોટી(false) ના પડે ત્યાં સુધી તેમાં રહેલ કાર્ય(task) થાય છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here