ઓપરેટર એ બે ચલ કિંમતો ની મદદ થી સમીકરણ બનાવા માટે ઉપયોગ થાય છે. ઓપરેટર હંમેશા ચલ ની સાથે જ વપરાય છે.
ઓપરેટર નો ઉપયોગ નીચેના હેતુ માટે થાય છે.
- ગણિત ની ગણતરી માટે
- લોજિંકલ ગણતરી માટે
- બે ચલ વચ્ચે નો સબંધ ઓળખવા માટે
- એક ચળ ની કિંમતો બીજા સમીકરણ અને અચળ ને આપવા માટે થાય છે.
ઓપરેટર ના મુખ્ય ત્રણ પ્રકાર છે.
- બાઈનરી(બે) ઓપરેટર (binary operator):- જે ઓપરેટર બે ચલ સાથે વપરાય છે તેવા ઓપરેટર ને બાઈનરી ઓપરેટર કહે છે.
- યુનરી(એક) ઓપરેટર (unary operator):- જે ઓપરેટર એક ચલ સાથે વપરાય છે તેવા ઓપરેટર ને અનરી ઓપરેટર કહે છે.
- ટરનરી(ત્રણ)ઓપરેટર (ternary operator):- જે ઓપરેટર ત્રણ ચલ સાથે વપરાય છે તેવા ઓપરેટર ને ટરનરી ઓપરેટર કહે છે.
ઓપરેટર ના પ્રકાર નીચે મુજબ હોય છે.
- અંકગણિત (Arithmetic)
- સંબંધ (Relational)
- તાર્કિક (logical)
- સોંપણી (assignment)
- વધારો અને ઘટાડો (increment and Decrement)
- સ્થિતિ (condition)
- બીટવાઇસ (bit-wise)
- ખાસ પ્રકાર (special)
(૧) અંકગણિત (Arithmetic)
આવા ઓપરેટર નો ઉપયોગ ગણિત ની ગણતરી માટે થાય છે.
ઓપરેટર | ઉપયોગ | ઉદાહરણ
a=7,b=3 |
અનરી વતા (+) | ચલમાં ૧ ઉમેરવા માટે | +a=+7 |
અનરી ઓછા (-) | ચલમાં ૧ બાદ માટે | -b=-3 |
બાઈનરી વતા (+) | સરવાળો કરવા માટે | a+b=10 |
બાઈનરી ઓછા (-) | બાદબાકી કરવા માટે | a-b=4 |
ગુણાકાર (*) | ગુણાકાર કરવા માટે | a*b=21 |
ભાગાકાર (/) | ભાગાકાર કરવા માટે | a/b=2 |
શેષ(%) | ભાગાકાર માં શેષ મેળવવા | a%b=1 |
(૨) સંબંધ (Relational)
બે ચલો ની સરખામણી કરવા માટે ઉપયોગ થાય છે. આ ઓપરેટર હંમેશા સાચું કે ખોટા એટકે કે true(1) અને false(0) માં જવાબ આપે છે.
ઓપરેટર | ઉપયોગ | ઉદાહરણ
a=7,b=3 |
સરખા (==) | બે ચલ સરખા છે તે ચકાસવા | a==b false |
સરખા નથી(!=) | બે ચલ સરખા નથી તે ચકાસવા | a != b true |
તેના કરતા નાનું(<) | એક ચલ બીજા કરતા નાનો છે તે ચકાસવા | a<b false |
તેના કરતા મોટું(>) | એક ચલ બીજા કરતા મોટો છે તે ચકાસવા | a>b true |
તેના કરતા નાનું અથવા તેના જેટલું(<=) | એક ચલ બીજા કરતા નાનો છે અથવા તેના જેટલો તે ચકાસવા | a<=b false |
તેના કરતા મોટું અથવા તેના જેટલું(>=) | એક ચલ બીજા કરતા મોટો છે અથવા તેના જેટલો તે ચકાસવા | a>=b true |
(3) તાર્કિક (Logical)
સંબંઘ(relational) ઓપેરટર ની મદદ થી એક જ શરત ચકાસી શકાય છે. જયારે એક કરતા વધારે શરતો ને ચકાસવી હોય ત્યારે લોજીકલ(logical) ઓપરેટર નો ઉપયોગ થાય છે. આ ઓપરેટર હંમેશા સાચું કે ખોટા એટકે કે true(1) અને false(0) માં જવાબ આપે છે.
ઓપરેટર | ઉપયોગ | ઉદાહરણ
a=7,b=3,c=6 |
એન્ડ(AND) && | જયારે બન્ને શરતો(condition) સાચી હોય ત્યારે જવાબ સાચું(true) અને જયારે એક બી શરત(condition) ખોટી હોય તો જવાબ માં ખોટું(false) આવે છે. | (a>b) && (b<c) =true
True True (a>c) && (b>c) =false True false |
ઓર(or) || | જયારે બન્ને શરત(condition) માંથી એક શરત(condition) સાચી (true) હોય તો જવાબ માં સાચું (true) આવે છે. | (a>b) && (b<c) =true
True True (a>c) && (b>c) =true True false |
નોટ(NOT) ! | શરતો(condition) ના જવાબ ને ઉલ્ટાઈ(invert) નાખવા ઉપયોગ થાય છે. | True=false
False=true |
શરતો(condition)-1 | શરતો(condition)-2 | એન્ડ(AND) && | ઓર(or) || |
False | False | False | False |
True | False | False | True |
False | True | False | True |
True | True | True | True |
(4) સોંપણી (assignment)
જમણી બાજુ એ રહેલ સમીકરણ અને ચલ ની કિંમત ને ડાબી બાજુ એ રહેલા ચલ ને આપવા માટે થાય છે.
ઉદાહરણ
A=5
B=2*5
D=a * (b+c)
(૫) વધારો અને ઘટાડો (Increment and Decrement)
આ એક અનરી(એક) ઓપરેટર (unary operator) છે કારણ કે તે એક ચલ સાથે વપરાય છે.
વધારો (Increment)
આ ઓપરેટર ચલ ની કિંમત માં ૧ નો વધારો કરે છે.
ઉદાહરણ
A=5 ની કિંમત છે. હવે A++ થી 1 નો ઉમેરો કરતા A ની કિંમત 6 થઈ.
ઘટાડો (Decrement)
આ ઓપરેટર ચલ ની કિંમત માં ૧ નો ઘટાડો કરે છે.
ઉદાહરણ
A=5 ની કિંમત છે. હવે A– થી 1 નો ઘટાળો કરતા A ની કિંમત 4 થઈ.
(૬) સ્થિતિ (Condition)
ટરનરી(ત્રણ)ઓપરેટર (ternary operator) છે કારણ કે તે ત્રણ ચલ સાથે વપરાય છે.
તેની નિશાની ? : છે.
Syntax
(Condition)? true statement : false statement |
ઉદાહરણ
A=5,B=8
(A>B)? 5 : 8 |
(૭) બીટવાઇસ (Bit-Wise)
આ ઓપરેટર દશાંશ ચિન્હ વાળી કિંમતો સાથે વપરાય છે. તેને દશાંશ ચિન્હ વાળી કિંમતો સાથે વાપરી શકાય નહિ.
ઓપરેટર | ઉપયોગ | ઉદાહરણ
A=4,B=2 |
બીટવાઇસ એન્ડ(AND) & | પેહેલા તે બે ચલ ના બીટ ની સરખામણી કરે છે. જયારે બે ચલ ના બીટ 1 આવે ત્યારે જવાબ માં 1 અને જયારે બને બીટ સરખા ના હોય ત્યારે 0 આવે છે. | A & B
A(4) 0 1 0 0 B(2) 0 0 1 0 0 0 0 0 = 0 |
બીટવાઇસ ઓર(or) | | પેહેલા તે બે ચલ ના બીટ ની સરખામણી કરે છે. જયારે બે અચળો માંથી કોઈ એક પણ ચલ નો બીટ 1 આવે ત્યારે જવાબ માં 1 આવે છે અને જયારે બન્ને ચલ ના બીટ માં 0 આવે ત્યારે જવાબ માં ૦ આવે છે. | A | B
A(4) 0 1 0 0 B(2) 0 0 1 0 0 1 1 0 = 6 |
બીટવાઇસ એક્સ-ઓર(exor) ^ | જયારે બે ચલ બીટ બન્ને ના બીટ સરખા આવે ત્યારે જવાબ માં ૦ અને જુદા-જુદા હોય ત્યારે 1 જવાબ આવે છે. | A & B
A(4) 0 1 0 0 B(2) 0 0 1 0 0 1 1 0= 6 |
એક પૂરક(one’s complement) ~ | તે ચલ ના બીટ ની ઉલ્ટાઈ નાખે છે. 1 હોય તો ૦ અને ૦ હોય 1 થાય છે. | ~A
A(4) 0 1 0 0 1 0 1 1 = 11 |
બીટવાઇસ ડાબી પાળી(left shift) << | તે ચલ ના બીટ ને ડાબી બાજુ એ ખસેડવા માટે ઉપયોગ થાય છે. | A << 2
0 0 1 0 0 1 0 0 0 0 = 16 |
બીટવાઇસ જમણી પાળી(right shift)>> | તે ચલ ના બીટ ને જમણી બાજુ એ ખસેડવા માટે ઉપયોગ થાય છે. | A >> 2
0 0 1 0 0 0 0 0 0 1 = 1 |
(૮) ખાસ (Special)
ખાસ ઓપરેટર નીચે મુજબ છે.
૧ અલ્પ વિરામ (comma operator)
૨ સાઈઝ ઓફ (size of)
૩ નિર્દેશક (pointer)
૪ સભ્ય પસંદગી(member selection)
૧ અલ્પ વિરામ (comma operator)(,)
એક કરતા વધારે સમીકરણ ના ઉપયોગ માટે વપરાય છે.સમીકરણ ડાબે થી જમણે એ રીતે ઉકેલાય છે.
૨ સાઈઝ ઓફ (sizeof)
આ ઓપેરટર નો ઉપયોગ અચળ એ રોકેલા બાઇટ્સ શોધવા માટે થાય છે.અચળ એ કોઈ વેરિયેબલ,કોન્સ્ટન્ટ અથવા ડેટા ટાઈપ્સ હોઈ શકે છે.
Syntax
Sizeof (operands); |
ઉદાહરણ
int A=5;
sizeof (A); answer is 2 byte |
૩ નિર્દેશક (pointer) (&,*)
તેનો ઉપયોગ પોઇન્ટર વેરિયેબલ બનાવા અને કોઈ મેમરી ની અને મેમરી માં સ્ટોર થયેલી કિંમતો ને મેળવા માટે થાય છે.
૪ સભ્ય પસંદગી(member selection) (. , ->)
આ ઓપેરટર સ્ટ્રકચર ના સભ્ય ને વાપરવા માટે ઉપયોગ થાય છે.