સ્ટ્રીંગ | String
સ્ટ્રીંગ એ શબ્દો અને અક્ષરો સમૂહ છે. સ્ટ્રીંગનો ઉપયોગ અંકો વગરની જેવી કે નામ, સરનામું વગેરેને સંગ્રહ કરવા માટે થાય છે. સી અક્ષરોને આસ્કીની(ASCII) કિમતોને મેમરી માં સંગ્રહ કરે છે. સ્ટ્રીંગ હંમેશા NULL થી પૂરી થાય છે. NULL એ \૦ અથવા NULL થી દર્શાવાય છે.
ઉદાહરણ:
‘G’ | ‘U’ | ‘J’ | ‘J’ | ‘U’ | ‘G’ | ‘E’ | ‘E’ | ‘K’ | ‘\0’ |
સ્ટ્રીંગની ઉપર ઘણા પ્રકારના ઓપ્રેસન કરી શકાય છે જે નીચે મુજબ છે.
- સ્ટ્રીંગ ને પ્રીન્ટ કરવી (display on the output screen)
- સ્ટ્રીંગ ની લંબાઈ માપવી (computing length of string)
- બે સ્ટ્રીંગ ને જોડવી (concatenation of two string)
- સ્ટ્રીંગની સરખામણી કરવી (comparing two string)
- મોટી સ્ટ્રીંગ માંથી નાની સ્ટ્રીંગ શોધવી (finding small string into large string)
- સ્ટ્રીંગના કેસ ને બદલવા (converting string case)
- સ્ટ્રીંગને ઉલટાવી (reversing a string)
Syntax:
[crayon lang=”c”]
Data_type String_name[size of string];
Data_type String_name[size of string]={elements of string};
Data_type String_name[size of string]=”string”;
[/crayon]
ઉદાહરણ:
[crayon lang=”c”]
char s[9];
char s[9]={‘G’,’U’,’J’,’J’,’U’,’G’,’E’,’E’,’K’};
char s[9]=”GUJJEGEEK”;
[/crayon]
String Functions | સ્ટ્રીંગ ફંક્સન
સી માં સ્ટ્રીંગ ની ઉપર કોઈ કાર્ય સીધે સીધું કરી શકાય નહિ અમુક કાર્ય કરવા માટે કોડ અથવા ફંક્સન ની જરૂર પડે છે. સી અમુક પોતાના ફંક્સન છે અને તે પહેલે થી બનેલા હોય છે જે નીચે મુજબ છે.
Function | Meaning |
strlen(s) | સ્ટ્રીંગ ની લંબાઈ માપવા માટે |
strrev(s) | સ્ટ્રીંગ ને ઉલટાવા માટે |
strcpy(s1,s2) | એક સ્ટ્રીંગ ને બીજી સ્ટ્રીંગ માં સંગ્રહ કરવા માટે |
strcmp(s1,s2) | બે સ્ટ્રીંગની સરખામણી કરવા માટે |
strlwr(s) | સ્ટ્રીંગ ના કેસ ને બદલવા માટે |
strupr(s) | સ્ટ્રીંગ ના કેસ ને બદલવા માટે |
strchr(s,c) | સ્ટ્રીંગ માં કોઈ અક્ષરની જગ્યા શોધવા માટે |
strcat(s1,s2) | બે સ્ટ્રીંગને ભેગી કરવા માટે |