સી ટોકન્સ એ સ્વતંત્ર શબ્દો કે વિરામચિન્હો છે. જે સી ભાષા નો સૌથી નાનો ભાગ પણ કેહવાય છે.
સી ટોકન્સ નીચે મુજબ છે.
- Keywords
- Identifiers
- String
- Special Symbols
- Constant
- Operators
(૧) કીવર્ડ્સ ( keywords ) :
સી ભાષા માં પૂર્વનિર્ધારિત રીતે નીચે મુજબ ના ૩૨ કીવર્ડ્સ છે. જેનો ઉપયોગ વેરીયેબલ કે કોન્સ્ટન્ટ ના નામ આપવામાં કરી શકતો નથી.
auto | double | int | struct |
---|---|---|---|
break | else | long | switch |
case | enum | register | typedef |
char | extern | return | union |
const | float | short | unsigned |
continue | for | signed | void |
default | goto | sizeof | volatile |
do | if | static | while |
કેરેકટર સેટ ( character set ):
સી ભાષા નું ચોક્કસ માળખું છે એ નહિ અનુસરો તો કમ્પપાઈલર ભૂલ બતાવશે સી માં માન્ય કેરેકટર સેટ ના ૪ પ્રકાર છે જે નીચે મુજબ છે.
1. Letters ( a-z,A-Z)
2. Digits(0-9)
3. Special Characters (. , / | \ {} [] () % $ # @ વગેરે )
4. White Spaces ( ખાલી જગ્યા , ટેબ અને નવી લાઈન )
(૨) આયડેન્ટીફાયર્સ ( identifiers ):
સી ભાષા માં વેરીયેબલ, કોન્સ્ટન્ટ, ફંક્શન, કે યુઝર દ્વારા નક્કી કરેલ ડેટા ( user-defined data ) વગેરે ને જે નામ આપવામાં આવે છે તેને આયડેન્ટીફાયર્સ કહે છે.
આયડેન્ટીફાયર્સ માટે ના કેટલાક નિયમો છે જે નીચે મુજબ છે
- તેમાં માત્ર a-z , A-Z , 0-9 અને અંડરર્સ્કોર ( _ ) નોજ ઉપયોગ થઇ શકે છે.
- તેનો પ્રથમ શબ્દ a-z , A-Z કે ક્યારેક અંડરર્સ્કોર ( _ ) હોઈ શકે છે.
- સ્પેશીયલ સિમ્બોલ કે ખાલી જગ્યા નો ઉપયોગ થઇ શકે નહિ.
- કીવર્ડ્સ નો ઉપયોગ થઇ શકે નહિ.
- આયડેન્ટીફાયર કેસસેન્સીટીવ હોય છે મતલબ a અને A ને જુદા ગણશે.
ઉદાહરણ:
abcd, ujjval12, ujjval_gujjugeek, _gujjugeek
આ પ્રમાણે આયડેન્ટીફાયર ના નામે હોઈ શકે.
(૩) સ્ટ્રીંગ ( string ):
સ્ટ્રીંગ એ ક્રમબદ્ધ શબ્દો નો સમૂહ છે જેને અવતરણ ચિન્હ વચ્ચે દર્શાવાય છે.
ઉદાહરણ તરીકે “GUJJUGEEK” આ એક સ્ટ્રીંગ કહી શકાય.
સ્ટ્રીંગ ને મેમરી ઉપર મુજબ અપાય છે જેના અંત માં હમેશા નલ કેરેક્ટર (\0) હોય છે.
સ્ટ્રીંગ કરી રીતે વાપરવી અને તેના ફંક્શન વિશે વધુ માહિતી સ્વંતંત્ર ટોપિક માં જોઈશું.
(૪) સ્પેશીયલ સિમ્બોલ ( special symbols ):
સ્પેશીયલ સિમ્બોલ એટલે બીજું કઈ ની કેટલાક ચિન્હો જેવા કે , . \ ? / | + = _ – * $ @ # ^ () {} [] ! વગેરે
(૫) કોન્સ્ટંટ ( constant ) :
કોન્સ્ટંટ એ નિશ્ચિત મૂલ્ય (fixed) છે જે પ્રોગ્રામ ના ઉપયોગ (execution) દરમિયાન બદલાતું નથી.જેમકે A=10 લઇ લીધું એક વાર તો તેના પછી સમગ્ર પ્રોગ્રામ દરમિયાન તેને બદલી નહિ શકાય. કોન્સ્ટંટ વિશે વધુ માહિતી સ્વંતંત્ર ટોપિક માં જોઈશું.
(6) ઓપરેટર્સ ( operators ):
ઓપરેટર્સ એ કેટલાક સિમ્બોલ છે જેના થી મેથેમેટીકલ અને લોગીકલ ઓપરેશન કરવા વપરાય છે.
+ – / * વગેરે જેવા બીજા ઘણા ઓપરેટર્સ છે તેના વિશે વધુ માહિતી સ્વંતંત્ર ટોપિક માં જોઈશું.
jordaaar ! @ujjval
Thank You