‘બાયે હાથકા ખેલ’ – કેરોલી ટાકસ

0

કેરોલી ટાકસ , હંગેરિયન આર્મીનો જવાન પિસ્તોલનો એટલો પાવરધા કે… તેનો એકેય નિશાનો ખાલી ના જાય.

૧૯૩૮ સુધીમાં તો હંગેરીના રેપિડ ફાયર પિસ્તોલની રમતના બધા જ રેકોર્ડ પોતાના નામે કરી દીધા હતા.

લોકોએ તો ધારી લીધું હતું કે આગામી ‘40ની ઓલોમ્પિકમાં ગોલ્ડ મેડલ હંગેરીનો જ છે. એવામાં બન્યું એવું કે… આર્મી કેમ્પમાં ટ્રેનિંગ દરમિયાન કેરોલીના મુખ્ય હાથમાં જ ગ્રેનેડનો વિસ્ફોટ થયો. કેરોલીએ પોતાનો મુખ્ય હાથ ગુમાવ્યો.

લગભગ એક મહિનો હોસ્પિટલમાં પસાર થયો. ‘40ની ઓલમ્પિકની રમતમાં ગોલ્ડની આશા રાખનારા હંગેરીના લોકો હતાશ થઈ ગયા, પણ કેરોલી નહીં !

કેરોલીએ વિચાર્યું કે, જમણો હાથ ગુમાવ્યો તો શું થયું, બીજો ડાબો હાથ તો છે જ ને ! કેરોલીએ ’40ના ઓલમ્પિક માટે સખત મહેનત શરૂ કરી દીધી.

૧૯૩૯માં હંગેરીની નેશનલ રમત યોજાઇ. ત્યાં કેરોલી પહોચી ગયો.

ત્યાના ખેલાડીઓ કેરોલીને જોઈને ઉત્સાહી થઈ ગયા. કેરોલી ને કહ્યું કે … આવી હાલતમાં પણ તમે અમને પ્રોત્સાહન આપવા માટે આવ્યા તે માટે અમે આભારી છીએ.

કેરોલીએ હસીને ખેલાડીઓને કહ્યું કે… હું પ્રોત્સાહન આપવા નહી, સ્પર્ધા કરવા આવ્યો છુ. પછી તો શું, આ વર્ષે પણ નેશનલ ચેમ્પિયનશિપ કેરોલી જીત્યો.

જો કે, બીજા વિશ્વયુદ્ધના કારણે, ૧૯૪૦ અને ૧૯૪૪ની ઓલમ્પિક રદ થઈ.

ત્યારબાદની, ૧૯૪૮માં તો કેરોલીની ઉંમર ૩૮ વર્ષ થઈ ગયી હતી.

કેરોલીએ 38 વર્ષની ઉંમરે પહેલીવાર ઓલમ્પિકમાં ભાગ લીધો.

ફાઇનલ રાઉન્ડ આર્જેંટીનાના કાર્લોસ એનરીક સાથે થવાનો હતો. મોટાભાગના લોકોને કાર્લોસ જ જીતશે તેવું લાગ્યું.

ત્યારે કાર્લોસે કેરોલીને કહ્યું કે તું અહી લંડન શું કામ આવ્યો છે ? ત્યારે કેરોલીએ કહ્યું કે… શીખવા આવ્યો છુ.

૧૯૪૮ના આ ૨૫-મીટર-રેપિડ ફાયર પિસ્તોલની સ્પર્ધાનો ગોલ્ડ મેડલ કેરોલીના નામે થયો. તે પણ રેકોર્ડ સાથે.

૧૯૫૨ની ઓલમ્પિક, કેરોલીની ઉંમર ૪૦ને પાર.

કારકિર્દીની બીજી ઓલમ્પિકને પણ કેરોલીએ પોતાના નામે કરી, ગોલ્ડ મેડલ જીત્યો.

૧૯૫૨સુધીની ઓલમ્પિકમાં બે સળંગ ગોલ્ડ મેડલ જીતનારો તે પ્રથમ ખેલાડી બન્યો.

આ કેરોલીની કારકિર્દીની છેલ્લી ઓલમ્પિક ગેમ હતી. જેમાં કેરોલી આઠમાં સ્થાને રહ્યો. કેરોલીએ જ્યારે ગેમમાંથી નિવૃતી લીધી ત્યા સુધીમાં તો 35 વખત નેશનલ ચેમ્પિયનશિપ જીતી લીધેલી.

નસીબદોષનું બહાનું તો કેરોલી પાસે પણ હતું. જોકે, તેણે નસીબને દોષ આપ્યા વગર પોતાના ડાબા હાથે કારકિર્દી ચાલુ રાખી. જિંદગીની જંગ જીતી લીધી.

આપણા મોડર્ન દૂત – જેન કોઉમ અને બ્રાયન એક્ટન

0

‘મહાનતા’ ક્યારેય ના પાડવામાં નહિ , પણ પડીને ફરીથી ઉભું થવામાં છે.


નવાઈ લાગી ?? આજે એક જ સાથે બે વ્યક્તિ કેમ ?
 
તમારા સવાલનો એક જ જવાબ,આ બંને એ ભેગા થઇને ફેસબુક વાળા ઝુકેરીયાને હેરાન કરી મુક્યો હતો.આ બે ભાઈ ફેસબુક શરુ થયું હતું ત્યારે નોકરી લેવા માટે ગયેલા,પણ રીજેક્ટ થયેલાં. પણ ‘ઇંટનો જવાબ પથ્થરથી’ ને તેમણે ખરેખર સાબિત કરીને બતાવ્યું. આ બે વ્યક્તિઓને તમે ઓળખો કે ના ઓળખો,પણ એટલું તો ગેરેંટીથી કહી શકું કે જો આ બે ભાઈ ના હોત તો  કદાચ,આપણે હજુય SMS થી જ સંદેશા-વ્યવહાર કરતાં હોત !

હા,આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ,વ્હોટસએપ બનાવનાર અને આપણા મોડર્ન દૂત  જેન કોઉમ અને બ્રાયન એકટન ની. હાલ વ્હોટસએપના ૧૦૦ કરોડથી પણ વધુ યુઝર્સ છે.   તમને નવાઈ લાગશે પણ આ બંનેએ “ઇંટ નો જવાબ પથ્થરથી ” ની કેહવતને ખરેખર સાચી સાબિત કરી બતાવી. એવું બન્યું કે, તેઓએ વ્હોટસએપ બનાવ્યું એ પેહલા ફેસબુકના ઝુકેરીયાને ત્યાં નોકરી માટે અરજી કરેલી,પણ બંને રીજેક્ટ થયેલાં. અને ૨૦૧૪માં એજ ઝુકેરીયાને ૧૯ બિલિયન ડોલરમાં ખરીદવું પડ્યું. કેમ કે, તેને ખબર પડી ગયી હતી કે વ્હોટસએપના કારણે ફેસબુકના યુઝર્સ ધીમે ધીમે વ્હોટસએપ તરફ વળવા મંડ્યા હતા. કેમ કે,તે એક દમ સુરક્ષિત કહી શકાય કે ,જેની પાસે તમારો મોબાઈલ નંબર હોય એજ તમારી સાથે વાત કરી શકે.જયારે ફેસબુક પરતો કોઈ પણ તમને ફ્રેન્ડરીક્વેસ્ટ મોકલ્યા વગર પણ હેરાન કરી શકે છે (હવે ધીમે ધીમે ફેસબુક એ બાબતે ધ્યાન આપી રહ્યું છે.).

વ્હોટસએપ ની આપણા રોજ-બરોજના જીવન પરની અસર…

વ્હોટસએપ આપણા જીવનનો અગત્યનો ભાગ બની ગયું છે. એટલું જ નહિ, વ્હોટસએપ ના લીધે આપણે SMSનો ઉપયોગ કરતાં ઓછા થઇ ગયા. હવે તો કોઈ જરૂરી ડોક્યુમેન્ટ્સની PDF ફાઈલ પણ લોકો ઈમેઈલના બદલે ધીમે ધીમે વ્હોટસએપ પર મોકલતાં થઇ ગયા છે. લોકો હવે ઊંઘે ત્યારે અને સવારે ઉઠે ત્યારે ભગવાન પેહલા વ્હોટસએપ જ યાદ કરે. એટલું જ નહિ,પણ વ્હોટસએપ એ સૌથી શક્તિશાળી ચાડિયો( ન્યુઝ મીડિયા) કહી શકાય. કેમ કે, TV પર ન્યુઝ આવે એ પેહલા તો ક્યાંકથી ને ક્યાંકથી આપણા વ્હોટસએપમાં એ સમાચારના ફોટો,વિડીયો આવી જ જાય. હદ તો ત્યારે થાય જ્યારે…અફવાઓ , ખરાબ ગેરમાર્ગે દોરી જતા મેસેજ પણ વાયુવેગે ફેલાય છે. વધુ નથી કેહવું કેમ કે ,તમે જાણો જ છો.

 વ્હોટસએપ પેહલાં …

જેન કોઉમ અને બ્રાયન એકટન પણ એવા લોકોમાંના એક છે, જેઓની નોકરીની અરજીઓ વારંવાર રીજેક્ટ થઇ હોય. પણ તેઓ ક્યારેય હતાશ નહતા થયા. જયારે આપણે તો નોકરીના મળે તો આપણે આપણી જ આવડત પર શક કરીએ છીએ,હતાશ થઇ ગઈએ છીએ.(આ અંગેતો નીચે વધુ લખ્યું  જ છે.)

આ બંને જયારે Yahoo કંપનીમાં કામ કરતા હતા ત્યારે પેહલી વખત મળેલા. બંનેએ ૯ વર્ષ સુધી સાથે કામ કર્યું અને  પછી નવા પડકારો સ્વીકારવા આ નોકરી છોડી દીધી. નોકરી છોડ્યા પછી નોકરી મેળવવા માટે ફેસબુક અને ટવીટર જેવી કંપનીઓમાં અરજી કરી પણ તે સ્વીકારના થઇ. જયારે બ્રાયન એકટનની અરજીઓ ફગાવાઈ ત્યારે તેમણે ટ્વીટર પર ટ્વીટ પણ કરેલી જે તમે નીચે જોયી શકો છો .

બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૨૩ મે,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૨૩ મે,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ - તારીખ : ૩ ઓગષ્ટ,૨૦૦૯
બ્રાયન એકટનની ટ્વીટ – તારીખ : ૩ ઓગષ્ટ,૨૦૦૯

વ્હોટસએપની શરૂઆત …

૨૦૦૯ના જુનથી લઈને ઓક્ટોમ્બર સુધીમાં ઘણા બધા સંઘર્ષ થયા. નોકરીની અરજીઓ રીજેક્ટ થઇ વગેરે …પણ સાથે સાથે વ્હોટસએપ જેવો ક્રાંતિકારી વિચાર પણ ઉદ્દભવ્યો. જેન કોઉમ તેમના મિત્રોને મોબાઈલમાં નોટિફીકેશન મોકલીને હેરાન કરતા હતા,ત્યારે તેમને વ્હોટસએપ જેવો ક્રાંતિકારી વિચાર આવ્યો. અને બસ આજ વિચારને તેમણે એક મેસેજ એપ બનવાનું વિચાર્યું. એ સમયે બ્રાયન એકટન નોકરીની તલાશમાં આમ-તેમ ભટકતા હતા. છેવટે તેઓ હતાશ થઇ જેન પાસે આવ્યા ત્યારે તેમણે આ અંગે ચર્ચા કરી. અને ૨ મહિનાની સખત મેહનત બાદ વ્હોટ્સએપ લોન્ચ કર્યું.  આજે તો તમને અમુક લોકો એવા પણ મળશે જે કેહશે કે ,મારે તો મોબાઈલ ખાસ વ્હોટ્સએપ માટે જ જોઈએ . તમને ઉપર પણ જણાવ્યું કે વ્હોટ્સએપે માનવીના વ્યવહારિક જીવન પર મોટા પ્રમાણમાં અસર કરી છે.

પણ વ્હોટ્સએપ અન્ય કરતાં સૌથી વધારે સફળ કેમ ?

આ બંને દૂતની જોડી કઈ રીતે સફળ થઇ ? એવું તે શું થયું કે વ્હોટ્સએપ દુનિયાનું સૌથી સફળ અને વિશાળ મેસેન્જર પ્લેટફોર્મ બની ગયી.

વ્હોટ્સએપ એ ઝડપી,સલામત અને સરળ મેસેન્જર છે. કોઉમ અને એકટન બંને વ્હોટ્સએપને અન્ય કરતા વિશિષ્ટ બનાવા માંગતા હતા. કોઉમ અને એકટન બંનેને ઍડવર્ટાઇઝ પ્રત્યે સખત નફરત  હતી. એટલું જ નહિ,બ્રાયન એકટનએ તો પોતાની ઓફીસના ટેબલ પર પણ લખી દીધું હતું કે ,  “નો ઍડવર્ટાઇઝ, નો ગેમ્સ ! “.

Brian Acton's note on Table .
Brian Acton’s note on table..

આ બંને દૂતમાંથી શીખવા જેવી વાતો ! 

  1. It’s never too late.  તમને જાણીને કદાચ નવાઈ લાગે પણ , સાચી વાત છે. જયારે વ્હોટ્સએપ બનાવાનો વિચાર આવ્યો ત્યારે જેન કોઉમ ૩૩ અને બ્રાયન એકટન ૩૭ વર્ષના હતા. 
  2. Persistence is the only way. – અર્થાત , દૃઢતાપૂર્વક મંડ્યા રેહવું એજ સફળતાનો માર્ગ છે. જેન કોઉમaએ કેટલાય વર્ષો બેરોજગાર તરીકે ઘર પર બેસીને વિતાવ્યા. બ્રાયન એકટન એ ડોટકોમ બબલમાં તેમના નસીબનું બધું ગુમાવ્યું , તેઓ ગણી કંપનીમાં નોકરીની અરજી લઈને ફર્યા પણ રિજેક્ટ થયા. તેમ છતાય હારના માની અને મહેનત અને  દૃઢતાના કારણે આજે આ સફળતાના શિખર પર શીત પવનની મજા માણી રહ્યા છે.
  3. Wait for CHANCE. – તકની રાહ જુઓ. એક ઉદાહરણ આપું તો , જયારે કીડી તળાવમાં પડે છે ત્યારે તેને માછલી ખાય છે,અને જયારે તળાવ સુકાઈ જાય છે ત્યારે કીડી માછલીને ખાય છે. ભગવાન તક તો બધાને આપે છે,પણ આપણે રાહ પણ જોવી પડે.
    બ્રાયન એકટનના જીવનમાં પણ આવું જ થયું . તેઓ જયારે બેરોજગાર હતા અને નોકરી માટે ભટકતા હતા ત્યારે તેઓ ફેસબુકમાં નોકરી માટે પણ ગયેલા ,પણ ત્યાંથી હતાશ થઇ નીકળ્યા. પણ વ્હોટ્સએપ એટલી હદે સફળ રહ્યું કે ૨૦૧૩ પછી ફેસબુક પર કિશોર યુઝર્સ ઘટવા લાગ્યા. વ્હોટ્સએપ અને અન્ય મેસેજિંગ પ્લેટફોર્મનો ઉપયોગ વધવા લાગ્યો. છેવટે ૨૦૧૪ માં આ આંકડાઓને કારણે વ્હોટ્સએપ ખરીદવું પડ્યું. પણ કેટલા માં ??? અધધધ……લગભગ ૧૯ બિલિયન ડોલર એટલે કે ૧૯૦૦ કરોડ ડોલરમાં. ( એ વખતના ડોલરના ભાવ જોઈએ તો ,૧,૧૮૨,૩૭૦,૦૦૦,૦૦૦, રૂપિયા થાય.).

 

 

મોસ્ટ ડૅકોરેટેડ ઓલમ્પિયન : માઈકલ ફેલ્પ્સની ઓલમ્પિક સફર !

0
માઈકલ ફલેપ્સ
માઈકલ ફલેપ્સ

‘તું હાથની મુઠ્ઠી વાળી તો જો, રેખાઓ બધી બદલાઈ જશે.’

મોસ્ટ ડેકોરેટેડ ઓલમ્પિયન એટલે કે, સૌથી વધુ ઓલમ્પિકના ગોલ્ડ મેડલ જીતનાર, અમેરિકન સ્વીમર માઈકલ ફેલ્પ્સ !

2000 : માત્ર 15વર્ષની ઉંમરે માઈકલ ફલેપ્સ ઓલમ્પિકમાં ભાગ લીધો. જોકે 2000ની સ્પર્ધામાં એકેય મેડલ ના જીતી શક્યો.

2004 : આ ઓલમ્પિકમાં માઈકલની એક મેચ તો તેના બાળપણથી આદર્શ રહેલા ઇયાન થોર્પ અને અન્ય દિગ્જ્જો સાથે પણ થઇ હતી. આ ઓલમ્પિકમાં તેના મેડલ જીતવાની સફર શરુ થઇ હતી. જેમાં તેણે 6 ગોલ્ડ મેડલ અને 2 બ્રોન્ઝ એમ કુલ 8 મેડલ જીત્યા હતા.

આ ઓલમ્પિકના ઇન્ટરવ્યૂમાં એક જર્નાલિસ્ટએ ઇયાન થોર્પને ફલેપ્સનું પ્રદર્શન જોતા પૂછ્યું કે, શું તમને લાગે છે કે હવે પછીની ઓલમ્પિકમાં માઈકલ ફલેપ્સ બધી ગેમમાં ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવશે ?

થોર્પનો જવાબ હતો, ‘ના‘ ! વધુમાં એમ પણ કહ્યું કે આવો રેકોર્ડ બનાવવો અશક્ય છે.

બીજી બાજુ આ વાત માઈકલના કાને પડતા માઈકલએ ત્યાંથી જ મનોમન નક્કી કરી દીધું હતું કે, હું બધે બધા ગોલ્ડ મેડલ જીતીશ. આ અગાઉ 1972માં માઈકલ સ્પિત્ઝ એક જ ઓલમ્પિકમાં 8 ગોલ્ડ મેડલ જીતીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.

આ દ્રઢ નિર્ણયને પૂરો કરવા માટે સખત પ્રેક્ટિસ શરુ કરી દીધી. માર્ક સ્પિત્ઝ રોજેરોજ 8 કલાક પ્રેક્ટિસ કરતા હતા. તો ફલેપ્સએ એ પછીના ચારેય વર્ષ 365દિવસમાંથી એક પણ રજા માણ્યા વગર માઈકલે રોજના 12 કલાક, અઠવાડિયામાં 100કિ.મી. ની સખત પ્રેક્ટિસ શરુ કરી.

2006 : પણ… ઓલમ્પિક 2008ના બે વર્ષ બાકી હતા ત્યારે એક દુર્ઘટનામાં માઈકલ ફલેપ્સના જમણા હાથનું કાંડુ ફ્રેક્ચર થઇ ગયું. સારવાર દરમિયાન ડોક્ટરે કહ્યું કે, હવે તું પહેલાની જેટલી સક્ષમ રીતે તારો હાથ ફરીથી ઉપયોગમાં નહીં લઇ શકે.

હવે શું  ? માઈકલે તો નક્કી કરી જ દીધું હતું કે તે 8 ગોલ્ડ મેડલ કોઈપણ કિંમતે જીતશે. તેણે વિચાર્યું કે હાથ ભલે તૂટી ગયો, પણ પગથી પણ તરી તો શકાય જ ને !

માઈકલે પગથી તરવાની પ્રેક્ટિસ શરુ કરી દીધી.

2008 : આ ઓલમ્પિકમાં માઈકલે જે 4 વર્ષ પહેલા નિર્ણય લીધો હતો, તે પૂરો કરીને બતાવ્યો. માઈકલે કુલ આઠેઆઠ જુદી જુદી સ્વિમિંગની ગેમમાં ગોલ્ડ મેડલ જીતીને, માર્ક સ્પિત્ઝનો 1972નો 7 ગોલ્ડ મેડલનો રેકોર્ડ તોડીને ઇતિહાસ રચી દીધો.

હી પ્રુવ્ડ ધેમ રોન્ગ !

માઈકલ ફેલ્પ્સના 4 ઓલમ્પિકમાં થઇ જીતેલા 28 મેડલ્સમાં 23 તો ગોલ્ડ મેડલ્સ છે. જેની સામે, આપણા દેશના અત્યાર સુધીના કુલ મેડલ 28 છે, વળી એમાંય 9 ગોલ્ડ મેડલ.

માઈકલ ફલેપ્સએ નાનપણથી સ્પર્ધાઓમાં ભાગ લેવાનું નક્કી કર્યું ત્યારથી જ એક પછી એક, દેશના તમામે તમામ નેશનલ રેકોર્ડ તોડયા. જે નંવા રેકોર્ડ બનાવ્યા એમાંથી પણ કેટલાક તો ફરીથી તોડયા.

શબ્દોત્સવ :

ઇસ તરહ સે હમને તય કી મંઝિલે,
ગિર પડે, ગિર કર ઉઠે, ઉઠ કર ચલે !
( જયનાદ – જય વસાવડાની ‘જય હો’ પુસ્તકમાંથી )

ઝીરોથી હીરો // લૅગો

0

રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા અમે કાંઈ મૂંઝાઈને મરી જવાના.

આપણે એક સળગતા પ્લેટફોર્મ પર છીએ.
જોર્જેન વિગ નૂડસ્ટર્પ(લૅગોના પૂર્વ-સીઈઓ)એ તેમના કર્મચારીઓને કહ્યું.

થોડાંક જ કલાક પહેલા તેમને લેગોના સીઈઓ બનાવ્યા. હવે જાણ થઇ કે તેમને 800મિલિયન ડોલરની દેવામાં ડૂબેલી કંપનીના સીઈઓ કેમ બનાવી દીધા.

કંપની કેમ દેવામાં ડૂબી ?

2000ના દાયકાની મધ્યમાં જોર્જેન નૂડસ્ટર્પ કંપનીની નિષ્ફળતાને સ્પષ્ટ રીતે દેખી શકતા હતા, તેનો સ્વાદ ચાખી શકતા હતા. લેગો કંપનીએ પોતે જ, પોતાના પગ પર કુહાડી મારી હતી.

કંપની મનોરંજનના અન્ય માધ્યમો, જેવા કે… સ્માર્ટફોન એપ્લિકેશન, ફિલ્મો વગેરે સામે સ્પર્ધા કરવામાં નિષ્ફળ રહી. તેઓ યોગ્ય બજારોની માંગના નિરીક્ષણ કરવામાં અને તે પરથી નવીનીકરણ કરવામાં નિષ્ફળ ગયા હતા.

કંપની ઇનોવેશન તો ખુબ કરી રહી હતી, પણ બજારમાં તેની ખુબ ઓછી માંગ થઇ ગયેલી તેનો કંપનીને ખ્યાલ જ ન હતો. કંપનીનું મૅનેજમેન્ટ ખુદ એક આપત્તિ હતી.

લેગો ડિઝાઈનર માર્ક સ્ટેફોર્ડએ ત્યારે કહેલું કે,
“કંપનીને તેની મોટાભાગની બ્રિક્સ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે તે અંગે કોઈ ખ્યાલ નથી, આવી બ્રિક્સના કેટલા સેટ બનાવ્યા અને કેટલા સેટ જથ્થામાં છે તેનો પણ ખ્યાલ કંપનીને નથી.”

…ને કંપની ઉભી થઇ.

નૂડસ્ટર્પને આગળ હવે ગણી મુશ્કેલીઓ હતી, પણ તે લડવા તૈયાર હતો. લૅગોની ફરી ઉભા થવાની સ્ટોરીને એક જ લાઈનમાં વર્ણવી હોય તો…
‘જો તમે તેમને હરાવી ના શકો, તો તેમની સાથે જોડાઈ જાઓ’.

 લૅગો કંપની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ના હરાવી શકી, પણ ફિલ્મ બનાવીને ઇન્ડસ્ટ્રીનો ભાગ તો બની જ શકેને.

વાસ્તવમાં તો આ એક ખરું ઇનોવેશન હતું, એક નવીન પ્રતિભાશાળી ઇનોવેશન !

જો લોકોને ફિલ્મ ગમશે તો, તેઓ લેગો બ્રિક્સ પણ ખરીદશે. જો લેગો બ્રિક્સ ગમતી હશે તો ફિલ્મ જોવા પણ આવશે. જે નફો થશે તેનાથી કંપનીનું દેવું પણ પૂરું કરી દઈશું.

લેગો મૂવી એક રીતે તો મોટી જાહેરાત જ હતી.

જોકે આવી ગણી ફિલ્મો છે, જે કંપનીએ એક જાહેરાત માટે બનાવી હોય. તેમ છતાંય લેગોની વાત અલગ છે. લેગો મૂવીને વેપારજગતમાં જાહેરાતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે.

લૅગો વિષે અમુક રસપ્રદ તથ્યો.

  1. લૅગો નામ ડેનિશ ભાષાનો શબ્દ નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ‘સારું રમો’ ( play well ) થાય છે.
  2. 2009માં, ટીવી પ્રેઝન્ટર જેમ્સ મૅએ લૅગો બ્રિક્સની મદદથી વાસ્તવિક ઘર બનાવ્યું હતું.
  3. લેગો બેટમેન ફિલ્મએ બેટમેન vs સુપરમેન : ડૉન ઓફ જસ્ટિસ કરતા પણ ખુબ જ સફળ ફિલ્મ હતી.
  4. આજે લેગો કંપની 50થી પણ વધુ વર્ષ જૂની છે. તેમ છતાંય તેની જૂની બ્રિક્સ આજે પણ નવી બ્રિક્સમાં પરફેક્ટ સેટ થઇ જશે.

શબ્દોત્સવ !

આપણું નસીબ જીવનમાં ક્યારે કેવો વળાંક લઇને આવશે. આપણે જાણતા નથી, પણ ચાલવાનું તો આપણા જ પગથી છે, એટલું તો જાણીએ છીએને.

વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો. !

ગુજરાતના સૌથી નાની વયના આઈ.પી.એસ ઓફિસર : સફીન હસન

0

વ્યક્તિના લક્ષ્ય પ્રત્યેનું સમર્પણ તેને સફળતા ચોક્કસ અપાવે છે.

આજે આપણે એવા તેજસ્વી યુવાનની વાત કરવાના છીએ કે, જેમણે યુ.પી.એસ.સી.માં પોતાના નામનો ‘વિજયી ડંકો’ વગાડયો છે.ભારતની સૌથી મુશ્કેલ પરીક્ષાઓની જ્યારે આપણે વાત કરીયે ત્યારે યુ.પી.એસ.સી.નું(યુનિયન પબ્લિક સર્વિસ કમિશન) નામ ટોચ પર આવતું હોય છે. આ પરિક્ષાની વાત કરીયે તો ૨૦૧૯માં અંદાજે ૧૦ લાખ વિધ્યાર્થીઓએ અરજી કરી હતી અને તેમાથી માત્ર ૮૨૯ વિધ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.

પરિવાર વિષે !
ગુજરાત રાજ્યનાં બનાસકાંઠા જિલ્લાના કાણોદરમાં જન્મેલા ૨૫ વર્ષીય સફિન હસને માત્ર ૨૨ વર્ષની ઉમરે યુ.પી.એસ.સી. ૫૭૦માં રેંક સાથે પાસ કરતાની સાથે જ સમગ્ર ગુજરાતમાં સૌથી નાની વયનાં ‘આઈ.પી.એસ.’ અધિકારી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું છે.
પિતા મુસ્તફાભાઈ અને માતા નસીબબેનના પુત્ર સફિન હસને પોતાનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કાણોદરની જ સરકારી શાળામાં પૂર્ણ કર્યું. ત્યારબાદ ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ વિજ્ઞાન પ્રવાહમાં પૂર્ણ કર્યા બાદ એન્જિનિયરિંગ અભ્યાસ કરવા માટે સુરત ગયા.

સપનું જોયું !
જ્યારે સફિન પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતો હતો ત્યારે, કલેકટરના આગમનથી શાળાના શિક્ષકો દ્વારા કલેકટરને જે આદર આપવામાં આવ્યો એ જોઈને સફિનને પ્રશ્ન થયો કે, ‘આ કોણ છે?’ ત્યારે સફિને તેના માસીને પૂછ્યું કે, ‘આ કોણ છે?’ ત્યારે માસીએ સફિનને નાના બાળકની જેમ સમજાવતા કહ્યું કે, ‘બેટા! આખા જિલ્લાનો રાજા.’ ત્યારે તરત જ સફિને પૂછ્યું કે, ‘કોણ બની સકે?’ ત્યારે માસીએ જવાબ આપતા કહ્યું કે, ‘કોઈ પણ બની સકે!’ તેના માટે એક પરીક્ષા પાસ કરવાની હોય. આ બધુ સાંભળીને સફિને પણ નક્કી કર્યું કે, ‘હું પણ બનીશ!’

સપનાથી હકીકત સુધી !

સામાન્ય પરિવારમાં જન્મેલા સફિન માટે તેનું સ્વપ્ન પૂર્ણ કરવા માટે માતા-પિતાએ તેના પાછળ પોતાની જિંદગી ઘસી નાખી. ઘરની નાણાકીય પરિસ્થિતી નબળી હોવાના કારણે માતા-પિતા બન્નેએ હીરા ઘસવાની નોકરી શરૂ કરી, સમયજતાં પિતાએ હીરા ઘસવાનું કામ છોડી વાયરમેનનું કામ પસંદ કર્યું. હીરા ઉધ્યોગમાં મંદી આવવાના કારણે માતાએ પણ તે કામ છોડી રોટલીઓ વણવાનું કામ પસંદ કર્યું. ગામમાં લગ્ન – પ્રસંગ કે નાનો – મોટો પ્રસંગ હોય ત્યારે તેઓ રોટલીઓ વણવાનો ઓર્ડર લેતા. નાણાકીય પરિસ્થિતી નબળી હોવાને કારણે પોતાનું નવું ઘર બનાવવા માટે તેમણે લોન લીધી હતી. પોતાનું નવું ઘર તો ગમે તે રીતે બની ગયું પરંતુ ઘર માટે લીધેલી લોન ચૂકવવામાં મુશ્કેલી પડી રહી હતી. નાણાકીય પરિસ્થિતી નબળી હોવાના કારણે, ઉનાળામાં કેરીનો રસ પીવો હોય તો પણ એક કેરીમાથી રસ કાઢીને ઘરનાં ચારે સભ્યો પીતાં. આ બધી પરિસ્થિતી જોઈને સફિનનું મન ભણતર પ્રત્યે ખુબ જ મજબૂત હતું.

યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે દિલ્લી જવાનું થયું ત્યારે, સાફિનને તેના ગામમાંથી જ એક પરિવાર તરફથી સહયોગ મળી ગયો. દિલ્લીમાં ભણવાનો, રહેવાનો અને ખાવા-પીવાનો તમામ ખર્ચ તેમના ગામનાં હુસેનભાઇ પોલરા અને ઝરીનાબેન પોલરા તરફથી મળ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં વાતચીત દરમિયાન સફિને કહ્યું કે, તેમની સાથે મારે લોહીના સબંધ નથી પરંતુ માનવતાનો જે સબંધ છે તેને એકપણ સબંધની જરૂર નથી.

યુ.પી.એસ.સી.ની મુખ્ય પરીક્ષાની સાથે સાથે સફિનની બીજી પણ પરીક્ષા લેવામાં આવી, જ્યારે મુખ્ય પરીક્ષા આપવાની હતી એ જ દિવસે પરીક્ષાના બરાબર અડધો કલાક પહેલા સફિનનું સ્કૂટી સ્લીપ થઈ જતાં, સફિન નીચે પડ્યો અને જોયું તો તેના પગમાં અને માથામાં ગંભીર ઇજા થઈ હતી, ત્યારબાદ તરત જ સફિને જોયું કે તેણો જમણો હાથ તો સહિસલામત છે, તરત જ તેને બીજું કઈ પણ વિચાર્યા વગર પરીક્ષા આપવાનું નક્કી કર્યું. તેમની જગ્યાએ આપડા જેવા કોઈ વિધ્યાર્થી હોઈએ તો તરત જ નક્કી કરી લઈએ કે, હવે! આવતા વર્ષે, ઉપરવાળાની ઈચ્છા નઇ હોય. જ્યારે સફિને આવી પરિસ્થિતિમાં પણ પરીક્ષા આપવાનું નક્કી કર્યું, જે બીજા વિધ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ ઉદાહરણ છે. જ્યારે સફિને યુ.પી.એસ.સી.ની તૈયારી કરવા માટે દિલ્લીમાં પોતાનો પગ મુક્યો ત્યારે જ નક્કી કરી લીધું હતું કે, પહેલા પ્રયત્નને જ છેલ્લો પ્રયત્ન બનાવવો છે.

સફિને યુ.પી.એસ.સી. ઇન્ટરવ્યૂનાં અનુભવ વિષે વાત કરતાં કહ્યું કે, ઇન્ટરવ્યૂ એક પર્સનાલિટી ટેસ્ટ હોય છે અને આ પર્સનાલિટી એક કે બે માહિનાનાં વાંચનથી નથી બનતી, પરંતુ જ્યારથી તમે આ પોસ્ટ માટે તૈયારી શરૂ કરો ત્યારથી જ ઇન્ટરવ્યૂ અને તેની ટ્રેનીંગની તૈયારી પણ ચાલુ થઈ જતી હોય છે. તેમણે કહ્યું કે, યુ.પી.એસ.સી. ઇન્ટરવ્યૂમાં તમારા જ્ઞાનની ચકાસણી નથી કરવામાં આવતી પરંતુ તમારી ચતુરાઇ અને પર્સનાલિટીની ચકાસણી કરવામાં આવતી હોય છે. સફિને યુ.પી.એસ.સી.નાં ઇન્ટરવ્યૂમાં સમગ્ર ભારતમાં બીજો ક્રમાંક પ્રાપ્ત કર્યો હતો.

સફિને તેની માતા પાસેથી પ્રામાણિકતા સીખી કે, જ્યારે કોઈનો એક રૂપિયો પણ ઉછીનો લીધો હોય, ત્યારે ઘરમાં કઈ પણ નઇ લાવાનું જ્યાં સુધી એ ઉછીનાં પૈસા ચૂકવાઈ ના જાય. પિતા પાસેથી કામ પ્રત્યેનો દ્રષ્ટિકોણ શીખવા મળ્યો. પિતા હમેશા કહેતા કે, જો તમે પૂરી ઈમાનદારીથી કામ કરો તો, તમારું પણ કામ કદી અટકતું નથી.

શબ્દોત્સવ :
ભગવાન કે ભરોશે મત બેઠીયે, ક્યાં પતા ભગવાન હમારે ભરોસે બેઠા હો. (માંઝી – ધ માઉન્ટેન મેન ફિલ્મનો સંવાદ)

ભારતને સુપરપાવર બનાવવા માટે સૌથી અગત્યના બે કાર્ય શું કરી શકાય?

0

ભારત દેશએ મહાસત્તા બનવા માટેના બે કાર્યો, ‘શિક્ષણ વ્યવસ્થામાં મોટા સુધારા’ અને ‘દરિયાઈ સક્ષમતાઓનો પુરેપુરો ઉપયોગ’ છે.


શિક્ષણ ક્ષેત્રેના મોટા સુધારા !

આજે ભારતમાં જે શિક્ષણ વ્યવસ્થા ચાલી રહી છે, તે ભારતની શિક્ષણ વ્યવસ્થા નથી પણ ‘ઇન્ડિયા’ ની છે. બ્રિટિશરો દ્વારા લાગુ પાડેલી શિક્ષણ વ્યવસ્થા છે. હમણાં જ નવી શિક્ષણ પોલિસી અમલમાં મુકવામાં આવી. તે પ્રમાણે આપણે એમ તો કહી જ શકીયે કે એક ચરણ તો પૂરું થઇ ગયું.

ભારતમાં માતા-પિતા બાળકને ભણવા માટે નહીં, પણ ભણવાની સ્પર્ધા માટે મોકલે છે. તેની પરીક્ષા તેનું મૂલ્યાંકન કરવા નહીં, પણ આ સ્પર્ધામાં તે કયા સ્થાન પર છે તે જાણવા માટે થાય છે.

ભારતની રૂઢિગત શિક્ષણ વ્યવસ્થા કેટલી મહાન હતી, તે વિષે કાંઈ કહેવાની જરૂર જ નથી. તમે બધા વિદ્ધવાન જ છો !

તેને, સુધારવા માટે ફિનલૅન્ડ જેવા દેશનું ઉદાહરણ પણ અનુસરી શકાય.


 

ભારત દેશ આજ દિવસ સુધી તેની દરિયાઈ ક્ષમતાને હજુય પણ, યોગ્ય રીતે ઉપયોગમાં લઇ શક્યો નથી. ભારત દેશ દુનિયાના સૌથી વ્યસ્ત દરિયાઈમાર્ગ પર સ્થિત છે, તેમ છતાંય ભારત પાસે હજુય એક પણ ‘ટ્રાન્સશિપમેન્ટ હબ’ નથી. ( ટ્રાન્સશિપમેન્ટ એટલે એક વહાણ કે વાહનમાથી બીજામાં ભરવાની ક્રિયા, વાહનબદલી ! )

ભારતના ઇતિહાસમાં પણ એકપણ તેની દરિયાઈ ક્ષમતાનો યોગ્ય ઉપયોગ થયો નથી. માત્ર એક ચોલ સામ્રાજ્ય હતું, જેના સમયમાં ભારતની દરિયાઈ ક્ષમતાનો પુરેપુરો ઉપયોગ થયો હતો.


હવે, ભારતે જૂની ગુલામીની સંકળોને તોડીને આક્રમકઃ પગલા લેવા જોઈએ.

પહેલો તબક્કો : મહા-સ્થળાંતર અને દરિયાઈ કિનારાના શહેરો !

ભારતે તેની ઉત્તર-પૂર્વના રાજ્યોની ( ફોટોમાં વાદળી રંગના રાજ્યો ) વસ્તીને દક્ષિણ-પશ્ચિમના રાજ્યોમાં ( ફોટોમાં પીળા રંગના રાજ્યો ) સ્થળાંતર કરવી જોઈએ.

ભારત પાસે માત્ર 7 મુખ્ય દરિયાકિનારાના શહેરો છે !

ભારતે દરિયાકિનારાના શહેરો વધારવા પડશે. ભારતે 10 નવા દરિયાઈકિનારાના શહેરોને વિકસાવવા પડશે.

આ શહેરો શૈક્ષણિક સંસ્થાઓ તથા ટેક્નિકલ તાલીમ આપતી સંસ્થાઓનું કેન્દ્ર હશે. ભારતને સકુશળ લોકોની જરૂર છે.


બીજો તબક્કો : આ શહેરો-બંદરોને જોડતા કોરિડોર !

આ વિકસાવેલા દરિયાઈકિનારાના શહેરોને કૉરીડોરની મદદથી જોડવા જોઈએ.આ 17 દરિયાઈકિનારાના શહેરોમાં, દર 2 શહેરોની વચ્ચે એક-કે બે બંદરો હોવા જોઈએ.

મુંબઈ-પોરબંદર ઉપ્તાદન માટેના કોરિડોર : ટેક્સટાઇલ્સ, ઑટોમોબાઇલ, શીપબિલ્ડીંગ, સોના-ચાંદી ઝવેરાત-રતન.

મુંબઈ-ગોવા-મેંગ્લોર ટુરિઝમ કોરિડોર : ઉચ્ચકક્ષાનું ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.

મેંગ્લોર- કોચી – એલેપ્પી – તિરુવનંતપુરમ્ ઇકોનોમિક કોરિડોર : ફૂડ પ્રોસેસિંગ અને હેવી એન્જીનીયરીંગ

ચેન્નાઇ-પોન્ડિચેરી ટુરિઝમ કોરિડોર : ઉચ્ચકક્ષાનું ટુરિઝમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર.

ચેન્નાઇ- તુતુકોડી – કન્યાકુમારી ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર : ઓટોમોબાઇલ, એરોસ્પેસ, ડિફેન્સ, લેધર અને પેપર

વિશાખાપટ્ટનમ- નેલ્લોર- ચેન્નાઇ ઇકોનોમિક કોરિડોર : ઇલેક્ટ્રોનિક, હેવી એન્જીનીયરીંગ મત્સ્યઉદ્યોગ

વિશાખાપટ્ટનમ – પારાદિપ – હલ્દિયા કોસ્ટલ પ્રોસેસિંગ ઝોન : ફૂડ , લેધર, ફાર્મા, પલ્પ પ્રોસેસિંગ

આંતરરાષ્ટ્રીય ક્ષેત્રો : મુંબઈ, કોચી, ચેન્નાઇ અને કન્યાકુમારીમાં ! કરમુક્તિ, સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ,

કન્યાકુમારી : વિશાળ ટ્રાન્સશિપમેન્ટ હબ !


ત્રીજો તબક્કો : દેશના જુના માળખા અને બાંધકામોને સુધારવાનો સમય !

બે તબક્કામાંથી પસાર થયા બાદ, દેશના જુના આંતરમાળખા(ઈન્ફ્રાસ્ટ્રક્ચર) ને સુધારવા માટે હવે આપણી પાસે પૂરતા રૂપિયા છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાથી, તે આપણા ઘરેલું વપરાશની કાળજી લેશે અને આંતરિક સુરક્ષા અને સમૃદ્ધિની ખાતરી કરશે.

આ બધા મુખ્ય શહેરો વચ્ચે, હવે માણસો તથા જ્ઞાનની હેરફેર માટે ઝડપી રેલવેવ્યવહાર છે. આ શહેરોએ પરિવહન લક્ષી વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ.

2 મેગા ડ્રાય બંદરો // બેંગ્લોર, કોઈમ્બતુર અને હૈદરાબાદ – હબ અને સ્પોક મોડેલનો ઉપયોગ કરીને સમગ્ર દક્ષિણ-ભારતને લોજિસ્ટિક્સની સુવિધા આપશે.

Ul અલ્ટ્રા મેગા ડ્રાય બંદરો // અમદાવાદ, ભોપાલ અને રાયપુર – સમગ્ર ભારતને, અને બાકીના ઉત્તરભારતને લોજિસ્ટિક્સની સુવિધા આપશે.

કોઈમ્બતુર – બેંગ્લોર – હૈદરાબાદ – ભોપાલ // સુપર ફ્રેઇટ કોરિડોર – 16 લેન હાઇવે, નૂર ટ્રેન

મુંબઇ – અમદાવાદ – ભોપાલ – રાયપુર – હલ્દિયા // સુપર ફ્રેઇટ કોરિડોર – 16 લેન લોજિસ્ટિક્સ સુપર હાઇવે અને સમર્પિત નૂર ટ્રેન કોરિડોર.


ચોથો તબક્કો : મહાન ટ્રાન્સશિપમેન્ટ માર્ગ !

બધા 17 મેગા પોર્ટ ઝોનથી કન્યાકુમારી (કૅપ કોમરીન) સુધીના નિયમિત શિપિંગ રૂટ્સ.

કન્યાકુમારીએ હવે ભારતનું આંતરરાષ્ટ્રીય લોજિસ્ટિક હબ છે. જે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગ પર સ્થિત છે.


(બધા તબક્કામાં પસાર થયા પછી… )

હવે આપણે મહાસત્તા બની ગયા છીએ. આપણે હવે દક્ષિણ એશિયન ટાઇગર બનવાની આકાંક્ષા રાખતા નથી.

આપણી પાસે જીડીપી ગ્રોથ રેટ છે જે યુએસએ અને ચીન સાથે મળીને મુકાબલો કરશે.


2015માં ભારત સરકાર દ્વારા શરુ કરવામાં આવેલો પ્રોજેક્ટ સાગરમાલા આ થિયરી મહદંશે મળતો આવે છે, પણ તે આ થિયરી જેટલો અસરકારક નથી.


◦•●◉✿ υяʀυ ✿◉●•◦

ધન્યવાદ !

બે અક્ષર, જેનાથી દેશનું અર્થતંત્ર પલટાઈ ગયું !

0
Tuvalu flag is depicted on a puzzle, which the man's hand completes to fold.

વાત છે ૧૯૯૬ની…

દુનિયાના સૌથી નાના દેશમાંના એક, તુવાલુએ પોતાનું ડોમેઈન નામ રજીસ્ટર કરાવ્યું , .tv (ડોટ ટીવી)! જે રીતે ભારતનું .in(ડોટ ઈન), પાકિસ્તાનનું .pk(ડોટ પીકે) છે તે રીતે તુવાલુનું .tv !

તુવાલુ વિષે.

તુવાલુ દેશ, ઓસ્ટ્રેલિયા અને હવાઈના ટાપુઓ વચ્ચે આવેલો પોલિનેશિયન ટાપુ છે. તેનું ક્ષેત્રફળ માત્ર 26 સ્કેવર કિલોમીટર છે. ( તમારી જાણકારી માટે જણાવીએ તો, આપણા ગાંધીનગરનું ક્ષેત્રફળ 177 સ્કવેર કિલોમીટર છે. ) કુલવસ્તી, અંદાજિત 11500 ! (2019 પ્રમાણે)

સોદો !

1999માં, સગવડોના અભાવે તુવાલુની સરકારે ડોટ ટીવીના અધિકાર અમેરિકાની આઈડિયાલેબ કંપનીને 12 વર્ષ માટે આપ્યા. જેના બદલામાં કરારની કુલ 50મિલિયન ડોલરની રકમમાંથી તુવાલુને 1 મિલિયન ડોલર શરૂઆતમાં જ મળી ગયા.

આ રકમમાંથી એક લાખ ડોલરની જરૂરી રકમ સંયુક્ત રાષ્ટ્ર સંઘને (United Nations) ચૂકવીને માત્ર દસેક હજારની વસ્તી ધરાવતો નાનકડો દેશ સંઘનો સભ્ય દેશ બન્યો.

…ને અર્થતંત્ર પલટાઈ ગયું.

યુનાઇટેડ નેશન્સનો સભ્યદેશ બનતા જ, દેશનું અર્થતંત્ર પલટાઈ ગયું. સરકારે આવકમાંથી શિક્ષણ ક્ષેત્રે મોટા સુધારા કર્યા. ઉપરાંત, દેશમાં તથા તેની આજુબાજુ આવેલા નાના ટાપુઓ પર પણ વીજળી પુરી પાડી.

2001માં વેરિસાઇન નામની અમેરિકન કંપનીએ તુવાલુ સરકાર સમક્ષ ડોટ ટીવીના અધિકારો ખરીદવા અંગે પ્રસ્તાવ મુક્યો. પ્રસ્તાવમાં કરારની રકમ ઉપરાંત, ડોટ ટીવીથી જે આવક થાય તેમાં પણ ભાગ આપવાની પણ વાત કરી.

ઘરે આવેલી લક્ષ્મીને સ્વીકારતા, તુવાલુની સરકારે ડોટ ટીવીના તમામ અધિકારો વેરિસાઇનને આપ્યા. આજે પણ ડોટટીવીનું સંચાલન વેરિસાઇન જ કરે છે.

આજે લોકો ટીવી કરતા ઇન્ટરનેટ પર કાર્યક્રમ જોવાનું વધારે પસંદ કરે છે. જેના પરિણામે, ટેલિવિઝન ચેનલની કંપનીઓ, મીડિયાહાઉસ વગેરે હવે ઇન્ટરનેટ તરફ પણ પોતાના પગ જમાવી રહી છે. જે ડોટ ટીવી અને તુવાલુ દેશ માટે સારા સંકેત છે.

જીતવું કઈ રીતે ? // એપ્પલ

0

સ્ટીવ બાલ્મરે  (માઈક્રોસોફ્ટના ભૂતપૂર્વ સીઈઓ)એ એકવાર એપ્પલની મજાક ઉડાડતા કહ્યું કે,
“એવી કોઈ શક્યતા નથી, કે આઇફોનને મોબાઈલ માર્કેટમાં જરાક પણ હિસ્સો મળશે. આ તો 500 ડોલર, સબસીડીવાળી વસ્તુ છે.”

તે સમયે, નોકિયા એ સૌથી સફળ મોબાઇલ ફોન ઉત્પાદક કંપની હતી. પરંતુ એપ્પલ આ બદલવા માટે તૈયાર હતું…

એપ્પલ કંપની ઘણાં વર્ષોથી મોબાઈલ ઇન્ડસ્ટ્રીથી દૂર હતી. તેમ છતાંય દૂર રહીને ઇન્ડસ્ટ્રી અને માર્કેટનું અવલોકન કરતી હતી. એપ્પલને સમજાયું કે, એક મોબાઈલ પહેલા મોબાઈલ હોવો જોઈએ અને પછી કોમ્પ્યુટર. એપ્પલએ આનાથી વિપરીત વિચાર્યું. તેણે એવો ફોન બનાવવાનું નક્કી કર્યો કે જે કોમ્પ્યુટર પહેલા, ને ફોન પછી હોય.

29 જૂન, 2007 ના રોજ, Appleપલે આઇફોન રજૂ કર્યો .

એપ્પલ દ્વારા દુનિયા સમક્ષ એવો સ્માર્ટફોન મુકાયો કે, ત્યારે બીજું કોઈ તેની સાથે તુલના પણ ના કરી શક્યું. નોકિયા પણ નહીં. સરળ યુઝર ઇન્ટરફેસ વાળો, અને ડિઝાઇનમાં સહેજ પણ ભૂલના હોય એવો. તે સમયે એપસ્ટોરનું નામ પણ ન હતું. તેમછતાં એપ્પલની બિલ્ટ-ઈન એપ્પ્સ જોઈ સૌ કોઈ નવાઈમાં મુકાઈ ગયા હતા.

બસ, ત્યારથી એપ્પલે પછી ક્યારેય પાછું જોયું નહીં. એક પછી એક ફોન બહાર પાડયા ને વેચ્યા. નોકિયા, બ્લેકબેરી, માઈક્રોસોફ્ટ બધી કે કંપનીઓ હારી ગયી.

આજ એપ્પલની શરૂઆતથી લઇને આજ સુધીની કહાની છે. મેક, આઈફોન, આઇપોડ વગેરે બનાવી ત્યારે બજારમાં પહેલેથી જ આ વસ્તુઓ ઉપલબ્ધ હતી. તેમની પાસે કોઈ નવો આઈડિયા નહોતો. પણ, જે હોય તેમાં જ ઇનોવેશન કરવાનું.

પરંતુ, એપ્પલે ક્યારેય નકલ નથી કરી. પહેલેથી તેની એક જ સ્ટાઇલ છે, જે તે પ્રોડક્ટના મૂળભૂત વિચારને પડકારીને, ઇનોવેશન કરીને એક સુપર પ્રોડક્ટ બજારમાં મુકવાની. ઇનોવેશન માટે વિચારે એટલે શરૂઆત હંમેશા એક જ સવાલથી કરવાની કે “જો આમ નહીં પણ આમ હોય તો…?” !

એપ્પલના સહ-સ્થાપક સ્ટીવ જોબ્સનો એક પ્રિય સુવિચાર હતો…
“સારા કલાકારો નકલ કરે છે, જયારે મહાન કલાકારો ચોરી કરે છે.” – પાબ્લો પિકાસો ! 


આ પરથી શીખવા જેવું ! 

બાલ્મરે જયારે એપ્પલના આઈફોનને સબસીડીવાળી કહી, ત્યારે એપ્પલ કંપનીએ તે વાત પર જરાય પણ ધ્યાન આપ્યા વગર પોતાની પ્રોડક્ટ્સ પર વધારે ધ્યાન આપ્યું.

તમે પણ કંઈક નવું કરતા હશો, તો આવા બાલ્મર જરૂરથી આવશે. તમારે સ્ટીવ જોબ્સ બનીને પોતાના પર પૂરો વિશ્વાસ રાખીને મંડ્યા રહેવુ.

ક્યારેક તમે જીતી જાઓ છો, તો ક્યારેક તમે શીખો છો.

 

હારવું કઈ રીતે ? // Rise & Fall, નોકિયા !

0

હારવું કઈ રીતે ?

નોકિયાને પૂછો !

એક જમાનામાં, નોકિયા કંપની એ મોબાઈલ જગતીમાં સૌથી મોટી ખેલાડી હતી.

નોકિયા પાસે આખી દુનિયાનું મોબાઈલ માર્કેટ એના આંગળીઓના ટેરવે હતું. તે જે પણ કઈ નવા પગલાં લેતી હતી, નફાકારક જ નીવડતા.

તેમના નવા લોન્ચ કરેલા ફોન તો માર્કેટમાં આવતાની સાથે જ અઠવાડિયામાં તો ‘ટ્રેન્ડ’ બની જતા હતા. હંમેશા એકદમ મોડર્ન ડિઝાઇન, મજબૂત બોડી વાળા, અને સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ તથા બેસ્ટ કેમેરા ક્વોલિટીના ફોન. કોઈએ ક્યારેયના જોયા હોય તેવા અલગ હતા.

જો નોકિયા આટલી ઊંચાઈઓ પર હતી, તો ક્યાં ભૂલ કરી બેઠી ?

જયારે નોકિયા ઊંચાઈઓ પર હતી ત્યારે નોકિયાને ખબર હતી કે, નાની-નાની કંપનીઓ ઊંચાઈઓ પર પહોંચવા માટે આતુર છે. નોકિયાએ તેમને અવગણી !

નોકિયા એ જમાનામાં રાજા હતું, નોકિયાને કોઈપણ કંપની પાછળ રાખી દેશે તેવા તો દૂર દૂર સુધી એંધાણ નહોતા.

એપ્પલએ 29જૂન,2007ના રોજ તેનો આઈફોન દુનિયા સમક્ષ મુક્યો !

નોકિયાને તે વાતનો વિશ્વાસ જ ના થયો કે, અચાનક આવેલી એપ્પલના આઈફોનના કારણે તેને કેટલું વેચાણ ઘટ્યું . નોકિયાને પોતાનો માર્કેટશેયર ગુમાવવાનો ભય લાગ્યો.

નોકિયાએ હવે સ્માર્ટફોન લાવવાનો સમય આવી ગયો હતો. એવો સ્માર્ટફોન કે જે આઈફોનને ટક્કર આપી શકે. બરાબર તે જ સમયે, એન્ડ્રોઇડનું પહેલું વર્ઝન પણ રિલીઝ થયું હતું. નોકિયાને અહમમાં આજકાલની એન્ડ્રોઇડ સિસ્ટમ પર વિશ્વાસના બેઠ્યો. એન્ડ્રોઇડ ક્યાંથી સફળ થવાની !

નોકિયાએ એક કંપની તરીકે, સૌથી મોટી ભૂલ કરી, સ્માર્ટફોન માટે તેણે એન્ડ્રોઇડના બદલે પોતાની સિમ્બિયન સિસ્ટમનો ઉપયોગ કરવાનું વિચાર્યું. નોકિયા સાવ આશા ખોયી બેઠી હતી, અને તેણે ઉતાવળ કરીને તેનો સ્માર્ટફોન રજુ કર્યો. જે કોઈપણ રીતે આઈફોનને ટક્કર આપવા સક્ષમ નહોતો. સિમ્બિયન સિસ્ટમ ખુબ જ જૂની હતી.

જો નોકિયાએ સાવ આશા ખોયા વગર, એન્ડ્રોઇડ સિસ્ટમને અપનાવીનેસ્માર્ટફોન રજુ કર્યો હોત તો નોકિયાના બચી જવાની શક્યતાઓ ખુબ જ હતી.

સમસ્યા એ હતી કે નોકિયા મોબાઈલ જગતના રાજા તરીકેની તેમની પ્રતિષ્ઠા ગુમાવવાથી ડરતી હતી, અને પરિવર્તનને સ્વીકારવા નહોતી માંગતી.


આ પરથી આપણે એટલું તો શીખી જ શકીયે કે,

(ઊંચાઈઓ પર પહોંચ્યા પછી) જો એકવાર તમને પડવાનો ( નિષ્ફળ થવાનો ) ડર લાગી ગયો તો તમે બહુ સમય સુધી ઉભા પણ નહી જ રહી શકો.

મહત્વકાંક્ષી, કે જેણે હિંમત કરી : વાલચંદ હીરાચંદ દોશી

0

મુખ્ય આર્ટિકલ : પહેલના પ્રેરક ઉદ્યોગપતિઃ વાલચંદ દોશી ( Gujarat Samachar)

તાતા, બિરલા, રિલાયન્સ વગેરેને એમના અનુગામીઓ યાદ કરે છે. એવા જ એક ઉદ્યોગપતિ ભૂલાયા છે જેમણે ઘણાં ક્ષેત્રોમાં પહેલ કરી અને નવી કેડી કંડારી. આ ઉદ્યોગપતિ તે વાલચંદ દોશી. વાંકાનેરના દિગંબર જૈન હીરાચંદ નેમચંદ ધંધાર્થે સોલાપુર વસેલા, તેમના ૧૮૮૨માં જન્મેલા પુત્ર તે વાલચંદ. ૧૮૯૯માં તેઓ મેટ્રિક થયા. પિતાના ધીરધારના અને રૂના વેપારમાં તેમણે ઝંપલાવ્યું. થોડાં વર્ષમાં તેઓ કંટાળ્યા અને લક્ષ્મણરાવ પાઠકની ભાગીદારીમાં ‘પાઠક વાલચંદ પ્રાઇવેટ લિ.’ના નામે રેલવેમાં નાનાં-મોટાં બાંધકામના કોન્ટ્રેક્ટર બન્યા. આ પછી હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપની સ્થાપી. તાનસા સરોવરમાંથી મુંબઈ શહેરમાં પાણી પહોંચાડવાની પાઇપલાઇન તેમણે નાખી.

આ પછીનાં વર્ષોમાં તેમણે ભાતભાતના વ્યવસાય કર્યા. ભારતમાં બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપનીના અમલ પછી વહાણો બાંધવાનો ઉદ્યોગ પડી ભાંગ્યો હતો. અંગ્રેજો વરાળથી ચાલતાં વહાણો વાપરતા, આ વહાણો જૂનાં વહાણો કરતાં સલામત અને ઝડપી હતાં. વધારે માલવહન કરી શકતાં. ૧૯૪૧માં વાલચંદ શેઠે વિશાખાપટ્ટનમમાં સૌપ્રથમ હિન્દુસ્તાન શિપયાર્ડની સ્થાપના કરી. ૧૯૬૧માં ભારતની સરકારે રાષ્ટ્રીયકરણથી એનો કબજો લીધો. હકીકતમાં આધુનિક જહાજો બાંધનાર તેઓ સૌ પ્રથમ ભારતીય ઉદ્યોગપતિ હતા.

વાલચંદ શેઠે ૧૯૧૯માં દેશ-પરદેશ માલ અને મુસાફરોના પરિવહન માટે સિંધિયા સ્ટીમ નેવીગેશન કંપની સ્થાપી હતી. આ કંપની અને બીજા આ ક્ષેત્રમાંના જહાજ માલિકોની જરૂરિયાત માટે તેમણે હિન્દુસ્તાન શિપયાર્ડની સ્થાપના કરી હતી.

સમગ્ર એશિયા ખંડ અને ભારતમાં વિમાન અને વિમાનના સ્પેરપાર્ટ્સ બનાવનાર પ્રથમ કંપની હિન્દુસ્તાન એરોનોટિક્સની સ્થાપના તેમણે ૧૯૪૦માં બેંગલોરમાં કરી હતી. ધરમશી મૂલરાજ ખટાઉ અને તુલસીદાસ કિલાચંદ એમાં ભાગીદાર હતા. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટિશ સરકારે એના ત્રીજા ભાગના શેર ખરીદી લીધા. ૧૯૪૨માં સરકારે તેનું રાષ્ટ્રીયકરણ કરીને કબજો લીધો.

જળ અને હવાઈ પરિવહનની જેમ જમીન પરના પરિવહન માટે તુલસીદાસ કિલાચંદ અને ધરમશી ખટાઉની ભાગીદારીમાં મુંબઈ નજીક પ્રીમિયર ઓટોમોબાઈલ્સની સ્થાપના કરી. ૧૯૪૯માં પ્રથમ કાર બનાવી. ૧૯૫૫માં ફિયાટ કંપની સાથે જોડાણ કર્યું અને ૧૯૫૬માં પ્રીમિયર પદ્મિની એવી જાણીતા નામની કાર બહાર પાડી. આ પછી નવાં નવાં મોડેલનું ઉત્પાદન કરતા ગયા. જળ, જમીન અને હવાઈક્ષેત્રે પહેલ કરનાર એ પ્રથમ ગુજરાતી હતા.

ફિલ્મ ઉત્પાદન માટે મુંબઈમાં તેમણે વાલચંદ સ્ટુડિયો સ્થાપ્યો. વીમા ક્ષેત્રે ૧૯૩૭માં તેમણે ઓરિએન્ટલ ઇન્સ્યોરન્સ કંપની સ્થાપી, જે આ ક્ષેત્રની સૌ પ્રથમ ભારતીય વીમા કંપની હતી. વખત જતાં ભારત સરકારે રાષ્ટ્રીયકરણ કરતાં તે જીવન વીમા નિગમમાં ભળી ગઈ.

મુંબઈ અને પૂના વચ્ચેના રેલવે માર્ગમાં આવતી ભોરઘાટની ટનલો તેમની હિન્દુસ્તાન કન્સ્ટ્રકશન કંપનીએ બાંધી હતી. સિંધુ નદી પર કલાબાગ પુલ અને મ્યાનમારમાં ઇરાવતી નદી પરના પુલ તેમણે બાંધ્યા હતા.

વાલચંદ શેઠ પાસે શેરડીનાં મોટા ફાર્મ હતાં. તેમણે ખાંડનાં મોટાં કારખાનાં નાખ્યાં. ખાંડની સાથે કન્ફેકશનરીનું ઉત્પાદન તેમણે શરૂ કર્યું. રાવલગાંવ નામે જાણીતી કેન્ડી એ એમનું સર્જન.

મહારાષ્ટ્ર ચેમ્બર ઓફ કોમર્સ, એગ્રીકલ્ચર અને ઇન્ડસ્ટ્રીઝના એ સ્થાપકોમાંના એક હતા. ૧૯૨૭થી ’૩૮ સુધી પ્રમુખ હતા. ઇન્ડિયન નેશનલ શીપઓનર્સ એસોસિએશનના સ્થાપક અને ૧૯૨૯થી ’૪૮ સુધી પ્રમુખ હતા. ૧૯૨૭-૨૮માં તેઓ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ હતા.

તેમણે ખૂબ મોટાં દાન કર્યાં. ટ્રસ્ટો સ્થાપ્યાં. સોલાપુરની વાલચંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી, સાંગલીમાં કસ્તુરબા વાલચંદ કોલેજ, પુનામાં પિતાના નામે હીરાચંદ વાલચંદ દિગંબર જૈન છાત્રાલય, સોનપતમાં વાલચંદ સ્કૂલ વગેરે એમનાં સર્જન છે.

વાલચંદ શેઠ રાષ્ટ્રવાદી વિચારો અને પ્રવૃત્તિના સમર્થક હતા. ૧૯૩૦માં અંગ્રેજોના શાસન વખત મુંબઈ રાજ્યના ઉપલા ગૃહમાં ગાંધીજીની મુક્તિનો ઠરાવ એમણે પસાર કરાવેલો. મહાત્મા ગાંધી, સરદાર પટેલ અને રાજેન્દ્રબાબુના તેઓ ચાહક હતા. સમાજવાદી નીતિના સમર્થક નેહરુને એ ન ગમતા.

૧૯૫૩માં એમનું નિધન થયું. ૨૦૦૪માં એમની સ્મૃતિમાં ટપાલ ટિકિટ બહાર પડી. અનેક ક્ષેત્રોમાં પહેલ કરનાર તે અનન્ય ગુજરાતી હતા.

મુખ્ય આર્ટિકલ : પહેલના પ્રેરક ઉદ્યોગપતિઃ વાલચંદ દોશી