હમણાં જ સમાચાર આવ્યા કે kickass ટોરેન્ટઝ નો સ્થાપક પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો The Pirate Bay પછી આ બીજી વેબસાઇટ છે જેના પર રોક લગાવામાં આવી , બંને નું કારણ એકજ હતું તેમને copyright ના નિયમો નું ઉલ્લંઘન કર્યું હતું.

Torrentz is a free, fast and powerful meta-search engine combining results from dozens of search engines. 

માંથી

Torrentz was a free, fast and powerful meta-search engine combining results from dozens of search engines.

હા એક is અને was નો ફરક અને torrentz નું પ્રભુત્વ નબળું થયું પણ એ પહેલા જાણો સુ છે આ ટોરેન્ટઝ અને તે કઈ રીતે કામ કરે છે ?

શું છે ટોરેન્ટઝ ?

ટોરેન્ટઝ  P2P (peer-to-peer) ફાઈલ શેરીંગ મેથડ  છે જેમાં તમે જે ફાઈલ ડાઉનલોડ કરો તે ઘણી અલગ અલગ જગ્યાઓ થી ટુકડાઓ માં ડાઉનલોડ થતી હોય છે અને અંતે તેને જોડી દેવામાં આવે છે.આ એક ઝડપી ફાઈલ શેરીંગ મેથડ છે 2૦૦૧ માં Bram Cohen દ્વારા બનાવામાં આવી હતી અને ૨૦૦૫ થી તે પ્રખ્યાત બની ગઈ.

શું ટોરેન્ટઝ કાયદેસર છે  ?

હા ટોરેન્ટઝ કાયદેસર અને મફત છે તેનો ઉપયોગ કોઈ પણ કરી શકે છે તેને ઝડપ ફાઈલ પ્રસાર માટે બનાવામાં આવ્યું હતું જેથી ફાઈલ દુનિયા માં ગમે તે વ્યક્તિ મેળવી શકે. પરંતુ ટોરેન્ટઝ નો વધારે ઉપયોગ ખોટી રીતે થઇ રહ્યો હોવાથી એ ગેરકાયદેસર પણ છે.

નિયમો પ્રમાણે તો મોબાઈલ માં ગમે ત્યાં થી ડાઉનલોડ કરેલું એક ગીત રાખવું પણ ગેરકાયદેસર છે એ હિસાબે torrentz તો ખૂબ મોટી વાત થઇ ગઈ.

કોઈ પણ ડીજીટલ મીડિયા નું તેના માલિક ની પરવાનગી વગર આદાન પ્રદાન ગેરકાયદેસર છે તેથી કિકએસ જેવી વેબસાઈટ પણ ગેરકાયદેસર કહી શકાય જે કોપીરાઈટ ના નિયમો નું બેફામ ઉલ્લંઘન કરી રહ્યી હતી.

 

ટોરેન્ટઝ નો અંત ?

torrentz.eu જેવા સર્ચ એન્જીન એ પણ પોતાની વેબસાઈટ બંધ કરી દીધા છે હાલ પુરતી ટોરેન્ટઝ ની દુનિયા માં ઘણી મોટી વેબસાઈટ બંધ થઇ જતા શાંતિ છવાઈ ગઈ હોય તેવો માહોલ છે આગળ સુ થશે એતો સમય જ કહેશે !

torrent-1-696x302

એક હ્રદય સ્પર્શી મેસેજ સાથે torrentz.eu ની વિદાયી.

“Torrentz will always love you, Farewell “

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here