ફેસબુક જેવા સોશિયલ નેટવર્ક ના આવ્યા પછી ઈન્ટરનેટ પર સતામણી ના કિસ્સાઓ વધી ગયા છે. નકલી એકાઉન્ટ બનાવી ને તેના દ્વારા અમુક પ્રકાર એક્ટીવીટી કરવામાં આવે છે તેમના ફોટો અને માહિતી નો દુર ઉપયોગ થાય છે જ્યાં સુંધી યુઝર ને ખબર ના પડે અને તે રિપોર્ટ ના કરે ત્યાં સુંધી આ ચાલતું રહે છે.
અમુક કિસ્સાઓ માં આવા ફેક એકાઉન્ટ દ્વારા અસલી યુઝર ને બ્લોક કરી દેવા માં આવે છે જેથી તેને ખબર ના પડે કે તેમના નામે બીજા એકાઉન્ટ ચાલી રહ્યા છે.
પણ હવે આવા નકલી એકાઉન્ટ દ્વારા કોઈ નહિ વર્તી શકે કારણકે હવે ફેસબુક તેના 1.6 બિલિયન યુસર્સ ને ઇન્ફોર્મ કરશે કે તેમના નામે બીજું એકાઉન્ટ બન્યું છે।
હવે જો તમારા જેવુજ કોઈ એકાઉન્ટ બનશે તો ફેસબુક તમને તરત પૂછશે કે આ એકાઉન્ટ તમારૂ છે કે કોઈ બીજું તમારા નામે વર્તી રહ્યું છે।
ફેસબુક કઈ રીતે જાણશે કે આ તમારા એકાઉન્ટ ની નકલ છે ?
આ નવું ફીચર યુસર ને ઇન્ફોર્મ કરશે જો તેમના નામ અને ફોટોસ જેવી માહિતી સરખી હશે.
ફેસબુક પાસે ચહેરો વાંચવાની સારી ટેકનોલોજી છે ( ફેસ રીકોગનાઇસ સીસ્ટમ ). તમે જોયુજ હશે કે ફેસબુક માં ગ્રુપ ફોટો અપલોડ કરતી વખતે તમારો અને મિત્રો નો ચહેરો જાતે ઓળખી લે છે !
ઉપરાંત અન્ય માહિતી જેવી કે ટાઈમલાઈન , એકાઉન્ટ ક્યારે બન્યું તેની તારીખ , વગેરે થી ફેસબુક ના વિસેસગ્નો તેની તપાસ કરી ને નક્કી કરશે .
હા પણ જો તમેં ફેસબુક જોઈન નહિ કર્યું હોય અને પછી થી જોઈન કરશો અને જો કોઈ તમાર નામે એકાઉન્ટ વાપરતું હશે તો એકાઉન્ટ ક્યારે બન્યું તેની તારીખ ના આધારે નક્કી નહિ થઇ શકે આ બાબતે હજી ફેસબુક દ્વારા કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
આ પણ આ ફીચર આવ્યા પછી સ્ત્રીઓ માં પોતાના અસલી ફોટોસ નો ગેરવાયાજબી ઉપયોગ થવાની બીક જતી રહેશે અને તેઓ મુક્ત્પણે પોતાના અસલ ફોટોસ ફેસબુક પર શેર કરી શકશે।
ભારત, બ્રાઝીલ અને દુનિયા ના 75% ભાગ માં આ ફીચર લોન્ચ થઇ ચુક્યું છે.તો હવે નીરાંતે ફેસબુક પર ફોટોસ શેર કરો.