૫૬મો સ્થાપના દિવસ અને ગુજરાત

0
2005
 વૈદિક કાળમાં ગુજરાતને આનર્ત દેશ તરીકે ઓળખવામાં આવતો હતો.પ્રાચીન કાળ માં કૃષ્ણ એ દ્વારિકા નગરી અહીજ વસાવી હતી. પાંડવો એ અજ્ઞાતવાસ નો કાળ ગુજરાત માં ગાળ્યો હતો.

 

ગુર્જર જાતી ના વસવાટ ના કારણે તેને ગુર્જર દેશ કહેવાતો . ગુર્જર દેશના રાજા ને ગુર્જરેશ્વર અથવા ગુર્જર નરેશ કહેવાતા. અહી મૌર્ય, ગુપ્ત, ચાવડા, સોલંકી, વાઘેલા જેવા ક્ષત્રિય વંશો એ રાજ કર્યું હતું. જેમાં સોલંકી વંશ નો શાસન કાળ સુવર્ણ કાળ માનવામાં આવે છે.

 

સિદ્ધરાજ જયસિંહ ના સમય માં ગુજરાત ની સીમાઓ  સૌરાષ્ટ્ર અને મારવાડ સુંધી  વિસ્તરી હતી. કારણકે ગુજરાત શુષ્ક પ્રદેશ છે તે સમય માં ઘણા ખરા કુવા,વાવો, તળાવો બંધાયા હતા ઉપરાંત મલાવ તળાવ, રુદ્ર મહાલય , રાણકી વાવ , સૂર્ય મંદિર અને અન્ય ઘણા સ્થાપત્યો બંધાયા . ૧૨૯૬ માં અલાઉદ્દીન ખીલજી ના આગમન થી હિંદુ શાસન અંત આયો અને સલ્તનત કાલ શરુ થયો.

 

મધ્યકાળ માં દિલ્લી  સલ્તનત નબળી પડતા મુઝ્ઝફર શાહ એ ગુજરાત ને સ્વતંત્ર જાહેર કર્યું અને ત્યારબાદ  સુલતાન અહમદશાહ એ કર્ણાવતી ના સ્થાનેજ અહમદાબાદ (અમદાવાદ) વસાવ્યું.૧૮મી સદી માં ગુજરાત મરાઠા ક્ષત્રિયો ના અંકુશ માં આવ્યું ત્યાર બાદ ગુજરાત બ્રિટીશ સતા માં આવ્યું અને ઘણા  દેશી રાજ્યો માં વહેચાયુ.

 

આઝાદી ની ચળવળ માં ખેડા,બારડોલી,બોરસદ,દાંડી કુચ જેવા સત્યાગ્રહો અહી થયા અને ૧૯૪૭ માં આઝાદી મળ્યા પછી તેનો સમાવેશ બૃહદ મુંબઈ રાજ્ય માં થયો.

ગુજરાત ની પ્રજા ને પોતાની અસ્મિતા સાથે સમજોતો મજૂર નહોતો, તેથી મહાગુજરાત ચળવળ ના બીજ રોપાયા , મોરારજી દેસાઈ મુજબ મુંબઈ વગર ગુજરાત એક દિવસ પણ ના ચાલે વિકાસ ઠપ થઇ જશે, પણ આજે ગતીશીલ ગુજરાત આપણી સામે છે એ પણ મુંબઈ વગર !!!

મહાગુજરાત ની ચળવળ ગુજરાતી બોલતા અને મરાઠી બોલતા પ્રદેશ ને અલગ કરવા ઇન્દુલાલ યાગ્નિક ની આગેવાની માં કરાયી હતી. મહાગુજરાત ચળવળ બાદ ૧ લી મેં ૧૯૬૦ ના રોજ બૃહદ્ મુંબઈ રાજ્ય માંથી ગુજરાત અલગ પાડવામાં આવ્યું હતું જેમાં કચ્છ અને કાઠિયાવાડ નો સમાવેશ થતો હતો , પૂજ્ય રવિશંકર વ્યાસ  મહારાજ ના હાથે રાજ્ય ની સ્થાપના કરાયી હતી અને ડૉ. જીવરાજ મેહતા પ્રથમ મુખ્યમંત્રી બન્યા.  આજે તેને  પાંચ દાયકા ઉપર થયું અને આજે ગરવી ગુજરાત નો ૫૬ મો સ્થાપના દિવસ છે.

 

ગુજરાત ની આ ધરતી એક આવી ધરતી છે જેને બબ્બે રાષ્ટ્રો ને રાષ્ટ્રપિતા આપ્યા છે ભારત ને મહાત્મા ગાંધી અને પાકિસ્તાન ને મોહમ્મદ અલી જીણા.

 

ઉપરાંત અહી સરદાર વલ્લભ ભાઈ પટેલ, વિક્રમ સારાભાઈ, ઝવેરચંદ મેઘાણી, ધીરુભાઈ અંબાણી, અઝીમ પ્રેમજી, જમશેદજી તાતા, નરસિંહ મેહતા, કૃષ્ણકુમાર સિંહજી,  હોમી ભાભા, સામ પિત્રોડા  અને બીજા ઘણા મહાપુરુષ થઇ ગયા.

 

પાંચ દાયકા પેલા મળેલી આ આઝાદી અને ખુશહાલ ગુજરાત ઘણા બલિદાન અને સંઘર્ષ પછી જ મળ્યું છે.
આ ગુજરાત ગૌરવ દિવસ પર બાળપણ ના સંભારણા માંથી એક કાવ્ય યાદ આવે છે  ,કવિ વીરનર્મદ દ્વારા લખાયેલુ ગુજરાત નું  ગૌરવ ગાતું આપણું  રાજ્ય ગીત  ”  જય જય ગરવી ગુજરાત ”

જય જય ગરવી ગુજરાત!
દીપો અરુણું પરભાત,

ધ્વજ પ્રકાશશે ઝળળળ કસુંબી, પ્રેમ શૌર્ય અંકિત;
તું ભણવ ભણવ નિજ સંતતિ સૌને, પ્રેમ ભક્તિની રીત –
ઊંચી તુજ સુંદર જાત,
જય જય ગરવી ગુજરાત.

ઉત્તરમાં અંબા માત,
પૂરવમાં કાળી માત,

છે દક્ષિણ દિશમાં કરંત રક્ષા, કુંતેશ્વર મહાદેવ;
ને સોમનાથ ને દ્વારકેશ, એ પશ્વિમ કેરા દેવ-
છે સહાયમાં સાક્ષાત
જય જય ગરવી ગુજરાત.

નદી તાપી નર્મદા જોય,
મહી ને બીજી પણ જોય.

વળી જોય સુભટના જુદ્ધ રમણને, રત્નાકર સાગર;
પર્વત પરથી વીર પૂર્વજો, દે આશિષ જયકર-
સંપે સોયે સૌ જાત,
જય જય ગરવી ગુજરાત.

તે અણહિલવાડના રંગ,
તે સિદ્ધરાજ જયસિંગ.

તે રંગ થકી પણ અધિક સરસ રંગ, થશે સત્વરે માત!
શુભ શકુન દીસે મધ્યાહ્ન શોભશે, વીતી ગઈ છે રાત.
જન ઘૂમે નર્મદા સાથ,
જય જય ગરવી ગુજરાત.
– નર્મદ