રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, એમ થોડા અમે કાંઈ મૂંઝાઈને મરી જવાના.

આપણે એક સળગતા પ્લેટફોર્મ પર છીએ.
જોર્જેન વિગ નૂડસ્ટર્પ(લૅગોના પૂર્વ-સીઈઓ)એ તેમના કર્મચારીઓને કહ્યું.

થોડાંક જ કલાક પહેલા તેમને લેગોના સીઈઓ બનાવ્યા. હવે જાણ થઇ કે તેમને 800મિલિયન ડોલરની દેવામાં ડૂબેલી કંપનીના સીઈઓ કેમ બનાવી દીધા.

કંપની કેમ દેવામાં ડૂબી ?

2000ના દાયકાની મધ્યમાં જોર્જેન નૂડસ્ટર્પ કંપનીની નિષ્ફળતાને સ્પષ્ટ રીતે દેખી શકતા હતા, તેનો સ્વાદ ચાખી શકતા હતા. લેગો કંપનીએ પોતે જ, પોતાના પગ પર કુહાડી મારી હતી.

કંપની મનોરંજનના અન્ય માધ્યમો, જેવા કે… સ્માર્ટફોન એપ્લિકેશન, ફિલ્મો વગેરે સામે સ્પર્ધા કરવામાં નિષ્ફળ રહી. તેઓ યોગ્ય બજારોની માંગના નિરીક્ષણ કરવામાં અને તે પરથી નવીનીકરણ કરવામાં નિષ્ફળ ગયા હતા.

કંપની ઇનોવેશન તો ખુબ કરી રહી હતી, પણ બજારમાં તેની ખુબ ઓછી માંગ થઇ ગયેલી તેનો કંપનીને ખ્યાલ જ ન હતો. કંપનીનું મૅનેજમેન્ટ ખુદ એક આપત્તિ હતી.

લેગો ડિઝાઈનર માર્ક સ્ટેફોર્ડએ ત્યારે કહેલું કે,
“કંપનીને તેની મોટાભાગની બ્રિક્સ બનાવવા માટે કેટલો ખર્ચ થાય છે તે અંગે કોઈ ખ્યાલ નથી, આવી બ્રિક્સના કેટલા સેટ બનાવ્યા અને કેટલા સેટ જથ્થામાં છે તેનો પણ ખ્યાલ કંપનીને નથી.”

…ને કંપની ઉભી થઇ.

નૂડસ્ટર્પને આગળ હવે ગણી મુશ્કેલીઓ હતી, પણ તે લડવા તૈયાર હતો. લૅગોની ફરી ઉભા થવાની સ્ટોરીને એક જ લાઈનમાં વર્ણવી હોય તો…
‘જો તમે તેમને હરાવી ના શકો, તો તેમની સાથે જોડાઈ જાઓ’.

 લૅગો કંપની ફિલ્મ ઇન્ડસ્ટ્રીને ના હરાવી શકી, પણ ફિલ્મ બનાવીને ઇન્ડસ્ટ્રીનો ભાગ તો બની જ શકેને.

વાસ્તવમાં તો આ એક ખરું ઇનોવેશન હતું, એક નવીન પ્રતિભાશાળી ઇનોવેશન !

જો લોકોને ફિલ્મ ગમશે તો, તેઓ લેગો બ્રિક્સ પણ ખરીદશે. જો લેગો બ્રિક્સ ગમતી હશે તો ફિલ્મ જોવા પણ આવશે. જે નફો થશે તેનાથી કંપનીનું દેવું પણ પૂરું કરી દઈશું.

લેગો મૂવી એક રીતે તો મોટી જાહેરાત જ હતી.

જોકે આવી ગણી ફિલ્મો છે, જે કંપનીએ એક જાહેરાત માટે બનાવી હોય. તેમ છતાંય લેગોની વાત અલગ છે. લેગો મૂવીને વેપારજગતમાં જાહેરાતનું એક શ્રેષ્ઠ ઉદાહરણ ગણવામાં આવે છે.

લૅગો વિષે અમુક રસપ્રદ તથ્યો.

  1. લૅગો નામ ડેનિશ ભાષાનો શબ્દ નું ટૂંકું રૂપ છે. જેનો અર્થ ‘સારું રમો’ ( play well ) થાય છે.
  2. 2009માં, ટીવી પ્રેઝન્ટર જેમ્સ મૅએ લૅગો બ્રિક્સની મદદથી વાસ્તવિક ઘર બનાવ્યું હતું.
  3. લેગો બેટમેન ફિલ્મએ બેટમેન vs સુપરમેન : ડૉન ઓફ જસ્ટિસ કરતા પણ ખુબ જ સફળ ફિલ્મ હતી.
  4. આજે લેગો કંપની 50થી પણ વધુ વર્ષ જૂની છે. તેમ છતાંય તેની જૂની બ્રિક્સ આજે પણ નવી બ્રિક્સમાં પરફેક્ટ સેટ થઇ જશે.

શબ્દોત્સવ !

આપણું નસીબ જીવનમાં ક્યારે કેવો વળાંક લઇને આવશે. આપણે જાણતા નથી, પણ ચાલવાનું તો આપણા જ પગથી છે, એટલું તો જાણીએ છીએને.

વીર તુમ બઢે ચલો, ધીર તુમ બઢે ચલો. !

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here