મત કર યકીન અપને હાથો કી લકીરો પે , નસીબ ઉનકે ભી હોતે હે જિસકે હાથ નહિ હોતે !
ઉપરની પંક્તિ જ આ આખા લેખનો સાર છે. જે માણસો તેમની હથેળીની રેખાઓમાં વિશ્વાસ રાખીને બેસી રહે,એ લોકો ક્યારેય જીવનમાં આગળ નહિ આવે,આ બધામાં વિશ્વાસ કર્યા વગર જ તમે જીવનમાં સફળ થવાનો આનંદ મેળવી શકશો. પણ જે ઉપરની પંક્તિમાં અલ્પવિરામ પછીની લાઈન ફરીથી વાંચો,તમે કહ્યું છે કે ,નસીબ એવા લોકોને પણ હોય છે કે જે લોકો પાસે હાથ નથી હોતા. તો શું તમે આ પંક્તિને સાચી સાબિત કરી દે તેવો તમારા જીવનમાં એક પણ કિસ્સો સાંભળ્યો ? કે જોયો ? ના , તો તમને હું આજે એક એવા વ્યક્તિની ચર્ચા કરીશ કે જેઓ જન્મથી જ હાથ-પગ વગરના છે,પણ હાલ તેઓ એક ‘પ્રેરણાદાયી કથાકાર’ તરીકે આખા વિશ્વામાં ચર્ચિત વ્યક્તિ છે. નામ છે “નિક વુજીકિક” .

૪ ડિસેમ્બર ૧૯૮૨ના રોજ ઓસ્ટ્રેલિયામાં એક પરિવારના લોકો સ્તબ્ધ થઇ ગયા, બાળકના જન્મ સમયે જે ખુશી જોવા મળે તે જ ન હતી.જેણે જન્મ આપ્યો એ માતાએ નર્સો ને પૂછ્યું, કે આ બાળક ની સ્થિતિ કેમ આવી છે ? તબિયત કેવી છે ? નર્સોએ કંઈ જવાબ ના આપ્યો . ડોક્ટરને પૂછ્યું તો તેમણે કહ્યું કે ફોકોમેલિયા ના કારણે આવું છે.
પેહલી વખતતો માતાએ જયારે નર્સે આપવા હાથ ફેલાવ્યા ત્યારે બાળકને ના સ્વીકાર્યું પણ બીજી જ ક્ષણે તેણીની એ અને તેના પતિએ તેને સ્વીકારી લીધું .તેઓ સમજી ગયા કે ભગવાને આ બાળક માટે કંઇક વિશેષ પ્લાનિંગ કર્યું હશે . આ બાળક આજે વિશ્વભરમાં નિક વુજીકિકના નામે ડંકો વગાડી રહ્યું છે.ઓસ્ટ્રલિયામાં જન્મેલ નિકોલસ વુજીકિક એ હાલ અમેરિકામાં સ્થાયી થયા છે. તેમનું નીકનેમ ‘નિક’ છે.
જીવન જીવવાની કળા તો આજ વ્યક્તિ પાસેથી શીખાય ! પોતે શારીરિક રીતે દુનિયાનો સૌથી દુખી વ્યક્તિ હોવા છતાંય દુનિયાનો સૌથી સુખી વ્યક્તિ છે એમ માનીને તેણે જીવન સરળ અને વધુ યોગ્ય બનાવ્યું છે. હા,તમે આ માણસને દુનિયાનો સૌથી દુઃખી વ્યક્તિ કહી શકો કેમ કે ,તે જન્મ્યા ત્યારે જ તેઓ હાથ-પગ વગર જન્મ્યા. ઉપર જણાવ્યું તેમ તેમની માતાએ તેમને પેહલી ક્ષણેતો અસ્વીકાર કર્યો,પણ બીજી જ ક્ષણે સ્વીકારી કરી દીધો.
નિક પાસે મત્ર ધડ,અને માથું જ છે. શું તમે કલ્પના પણ કરી શકો કે , જો ભગવાને તમને આ પરિસ્થિતિમાં જીવન આપ્યું હોય તો ? લગભગ કલ્પના બહારની જ વસ્તુ છે. કલ્પના કરો કે તમારે આ પરિસ્થિતિ હોય , અને સવાર ઉઠો ત્યારથી રાત્રે પથારીમાં સુવો ત્યાં સુધીની ક્રિયાઓ જેવી કે , પથારીમાં થી ઉભું જ કઈ રીતે થવાનું ? કઈ રીતે ન્હાવાનું ? બ્રશ કઈ રીતે કરવાનો ? કપડાં કઈ રીતે પેહરવાના ? જમવાનું કઈ રીતે વગેરે …સમસ્યાઓ તમને નડશે જ.
જ્યારે માતા-પિતાએ નિકને પેહલી વાર જોયો ત્યારે… નિકનો જનમ થયો ત્યારે તેમના માતા-પિતા આઘાતમાં પડી ગયા.એમને એમ કે આ કોઈ ખરાબ સપનું હશે ,હમણાં સવાર થશે અને આ સપનું ખોટું સાબિત થશે. પણ આ એક કડવું સત્ય હતું. નિકને જીવન જીવવા માટે સક્ષમ બનાવવો એ જ યુદ્ધ જેટલું કઠીન કામ હતું .
જયારે નિક નાનો હતો ત્યારે… તેને અનુકુળ રહે એવા સાધનો કે ચીજ-વસ્તુઓ લાવવા માટે પૈસા પણ ક્યાંથી લાવવા ? નિકને કઈ વસ્તુ અનુકુળ અને મદદરૂપ નીવડશે તે માટે તેઓ એક એક અલગ અલગ વસ્તુ અજમાવતા.

નિક ઓટોમેટિક વ્હીલચેરની મદદથી હરી-ફરી શકતો. મુશ્કેલીઓ બસ આટલે સુધી જ નહતી. પણ એક બાળક માનસિક રીતે કેટલું મક્કમ રહી શકે ? ના જ રહી શકે,નિક પણ નાનો હતો ત્યારે શારીરિક પીડાઓની સાથે સાથે માનસિક રીતે પણ જીંદગીથી હતાશ થઇ જતો. તે માનસિક ત્રાસથી પીડાતો,કેમ કે ઘરની બહાર નાના બાળકો રમતા,કુદતા દોડતાં હોય ,પણ તે પોતાની જગ્યાએથી હાલી પણ નહતો શકતો. માનસિક ત્રાસ આટલે સુધી જ સીમિત નહતો,પણ જ્યારે તે સ્કૂલમાં ભણવા જતો ત્યારે પણ બાળકો તેને ચીડવતા ત્યારે તેની સહનશક્તિની હદ આવી જતી હતી.એક વાર તો જ્યારે તે દશ વર્ષનો હતો ત્યારે તેની તમામ મુશ્કેલીઓથી કંટાળીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન પણ કરેલો,પણ તે સદનસીબે બચી ગયો.
આત્મહત્યાનો પ્રયાસ એ જીવનનો વળાંક સાબિત થયો …કોઈકે કદાચ સાચું જ કહ્યું છે કે “પુસ્તક એ માણસનો સૌથી સારો મિત્ર છે.” નિકના આત્મહત્યાના પ્રયાસ બાદ તેનાં માતાપિતાએ તેનો જુસ્સો વધારવામાટે એક અપંગ માણસે લખેલું પુસ્તક ભેટ આપ્યું. નિકને આ પુસ્તકે એક સરસ સલાહ આપી કે, “ભગવાને તને જે નથી આપ્યું તેની ચિંતા કરી દુઃખી થયા વગર , ભગવાને તને જે આપ્યું છે તેના પર પુરતું ધ્યાન આપ અને જીવન જીવવાની મજા માણ. અને ભગવાનનો આભાર માન.”
આ લેખકનો આ વિચાર નિકનો જીવન મંત્ર બની ગયો. નિકે હવે પોતાના માનસિક ત્રાસને પોઝીટીવ થીંકીંગ થી કંટ્રોલ કરતા શીખી ગયો. નિકે આ ઉંમરે જે હાંસલ કર્યું તે કદાચ સામાન્ય બાળક પણ ના કરી શકે.તમને જાણીને નવાઈ લાગશે કે નિક આટલી નાની ઉંમરે પાણીમાં તરતાં શીખી ગયો. પછી ધીમે ધીમે કેટલીયે પ્રવુત્તિમાં નિકની રુચિ વધવા લાગી અને તે શીખવા લાગ્યો. તેઓ હાલમાં ફૂટબોલ રમી શકે છે, ગોલ્ફ રમી શકે છે અને કહ્યું એ મુજબ તારી પણ શકે છે(નિકને તરતો જોવો હોય તો http://gujjugeek.com/nick-vujicic-swimming/ પર ક્લિક કરો).


તેને સ્કુલમાં એક શિક્ષકે સલાહ આપી કે,“ભગવાને તને હાથ-પગ નથી આપ્યાતો કઈ નહિ,મોઢું તો આપ્યું છે ને.બોલવાનું શરુ કર.દુનિયામાં રહેતા કરોડો લોકો કે જેઓ નાની-મોટી પરિસ્થિતિઓને કારણે દુઃખી છે ,તેવા લોકોને તારા જીવનનું ઉદાહરણ આપી તેમને ઉત્સાહિત કરવાનું શીખવ. તારું જીવન અત્યંત કઠીન હોવા છતાંય સફળ જીવનનું ઉદાહરણ છે.”
તે દિવસ પછી નિકે તેના મિત્રો અને સ્કૂલ સાથીઓને હિંમત નહિ હારવાની, છેલ્લે સુધી લડવાનું વગેરે હકારાત્મક અને ઉત્સાહી વિષયો પર લેકચર આપવાનું શરુ કર્યું. થોડાં જ દિવસોમાં નિક એ સફળ વક્તા તરીકે નામના મેળવી. તેના લેક્ચર્સથી લોકો પ્રભાવિત થતાં.ધીમે ધીમે નિકની નામના દેશ-વિદેશ સુધી પોહંચી.અન્ય દેશો તરફથી લેક્ચર્સ આપવા આમંત્રણ મળવા લાગ્યા. અત્યાર સુધી નિક કુલ ૪૦ દેશોમાં મોટીવેશનલ લેક્ચર્સ આપી ચુક્યો છે. તેને જોવા અને સંભાળવા સ્ટેડીયમમાં હજારો લાખો લોકોનું મેહરામણ થઇ જાય છે.
હવે નિક ધીમે ધીમે દુનિયાના લોકો સુધી પહોંચીને લોકોના દુખ દુર કરવા લાગ્યો. તેણે એક સફળ પ્રેરણાદાયી વક્તા તરીકે દુનિયાભરમાં નામ બનાવ્યું. નિકના લેક્ચર્સથી લોકો એટલા પ્રભાવિત થતાં કે એક છોકરીએ નિક સામે લગ્નનો પ્રસ્તાવ મુક્યો. નિકે સ્વીકારી પણ લીધો. લગ્ન કર્યાં પછી તમને માનવામાં નહિ આવે કે નિકના ઘરે એકાદ વર્ષ પછી તંદુરસ્ત બાળકનો જન્મ પણ થયો. દરેક પુરુષના જીવનનું સૌથી મોટું સુખ “પિતા બનવાનું સુખ” નિક ને પણ મળ્યું.
ભગવાન પર વિશ્વાસ રાખો …
નિકે પોતાના જીવનને સૌ પ્રથમતો એક અભિશ્રાપ તરીકે માનીને જીવતો હતો.જેમાં ઘણી મુશ્કેલીઓ આવી. પણ જ્યારે એક અપંગનું પુસ્તક વાંચ્યું,તો તેનામાં જીવન જીવવાનો જુસ્સો મળ્યો. તે આપણને ભગવાન પર વિશ્વાસ રાખવાનું કહે છે.
નિક ભગવાનનો આભાર માનતા કહે છે કે...“હે ભગવાન,તે મને જેવો બનાવ્યો છે તેવો હું ખુબ જ ખુશ છું.મને તારામાં પૂરો વિશ્વાસ છે કે તે મને જેટલું આપ્યું તેટલું સંતોષજનક છે.“
ખાસ નોંધ : નિકનું પૂરુંનામ ” NICHOLAS VUJICIC” છે. ઘણા લોકો ગુજરાતીમાં નિકોલસ વોઈચીચ,વુજીસિક તરીકે પણ લખે છે.મેં અહીં વુજીકિક તરીકે લખ્યું છે.
Great inspiration..salute this man…keep it up uv..
thank you bhai !
great 🙂
aabhaar bhai !
salute this man…your site is too good…pls write more inspiration story…
thank you very much dear ! your comment is inspiration for us. we will try our level best. keep visiting. #StayTuned !
yes Bro..also i’m IT Eng….i see that u uploaded some C language basic fundamental. it was too good & pls upload some more.. thank u
ચોક્કસ ! #StayTuned