દુનિયાનો વિનાશ કોઈ ઉપગ્રહના અથડાવાથી ,કે કોઈ કુદરતી આપત્તિને લીધે નહી પણ ટેકનોલોજીના વધુ પડતા ઉપયોગને કારણે થશે . – સ્ટિફન હૉકિંગ્સ

સ્ટિફન હૉકિંગ્સ ની વાતમાં દમ છે બોસ. એક આવી જ ટેકનોલોજી છે …ઈન્ટરનેટઆજ નો માનવી જમ્યા વગર દિવસોના દિવસો પણ પસાર કરી શકે , પણ એક જ શરત …તેની પાસે ઈન્ટરનેટ અને સ્માર્ટફોન કે લેપટોપ આપવું પડે. હશે આવા તો કેટલાય ! શું આજના માનવી ને ઇન્ટરનેટ વગર ચાલે ? હું સ્વાભાવિક રીતે કહું તો સંજોગો ખરાબ હોય કે કોઈ કારણોસર ઈન્ટરનેટ બંધ હોય તો પણ મને તો ઓછામા ૨-૩ દિવસે એક વાર તો ઈન્ટરનેટ જોઈએ જ, ખબર નથી કેમ ! 

મને વિશ્વાસ છે કે ઈન્ટરનેટ એટલે શું ? તેનો ઉપયોગ શું થાય એ બધું મારે જણાવાની જરૂર નથી. તમે બધા તેનાથી ખુબ જ પરિચિત છો. પણ તમને ક્યારેય એવો સવાલ થયો ? કે …આ ઇન્ટરનેટ નો માલિક કોણ ? આ ઈન્ટરનેટ તમારા સુધી કઈ રીતે પહોંચ્યું ? તો આજે તેના વિષે થોડું ઘણું જાણીએ.

ઈન્ટરનેટ કઈ રીતે શરુ થયું ? કોણે શોધ કરી અથવા બનાવ્યું ?

બીજી બધી શોધો જેવી કે બલ્બ,ટેલીફોન ની જેમ ઈન્ટરનેટ કોઈ એક વ્યક્તિ દ્વારા ઉદ્દભવ નથી થયું . ઈન્ટરનેટની શરૂઆત અમેરિકાની સરકાર દ્વારા “કોલ્ડ વોર” દરમિયાન હથિયાર તરીકે થઇ હતી. તે દરમિયાન વિજ્ઞાનીઓ, સંશોધકો, રીસર્ચ કરનાર વગેરે એક-બીજાને ડેટા મોકલવા કરતા હતા. 

ઈ.સ. ૧૯૫૮ 
અમેરિકાના ડીપાર્ટમેન્ટ ઓફ ડીફેન્સ દ્વારા કોલ્ડવોર દરમિયાન વધુ સારી રીતે કોમ્યુનીકેશન થાય તે માટે ARPAnet નામની સંસ્થા સ્થાપવામાં આવી. જેનું કામ એક એવી નેટવર્ક સિસ્ટમ બનવાનું હતું કે જેનાથી એક કોમ્પ્યુટરથી બીજા કોમ્પ્યુટર સુધી મેસેજ કે ડેટાની આપ-લે થઇ શકે.


ઈ.સ. ૧૯૬૯
૧૧ વર્ષની મેહનત પછી એક ટપકા જેટલી સફળતા તો મળી. ઈતિહાસમાં પેહલી વાર બે કોમ્પ્યુટર વચ્ચે એક મેસેજ મોકલાયો. મેસેજ હતો… “LOGIN”, જેમાંથી બીજા કોમ્પ્યુટર સુધી “LO” જ મેસેજ જ રીસીવ થયો. પણ ગમે તે …આ ઘટના પરથી સાબિત તો થઇ ગયું કે બે કોમ્પ્યુટર વચ્ચે કોમ્યુનીકેશન થઇ શકે છે. અને આમ નેટવર્કની શરૂઆત થઇ.


ઈ.સ. ૧૯૭૧
રે ટોમલીન્સન  નામના સંશોધકે એક એવી સિસ્ટમ માટે કામ શરુ કરી દીધું કે જેનાથી આ નેટવર્કની મદદથી કોમ્યુનીકેશન થઇ શકે. જેના પરિણામ રૂપે ઈલેક્ટ્રોનિક મેઈલ એટલે કે ‘ઈ-મેઈલ’ નો જન્મ થયો. ટોમલીન્સનની આ સિસ્ટમની મદદથી નેટવર્કની અંદરો-અંદર મેઈલ કરી શકાતો હતો.

આ જ વર્ષમાં વીંટન સર્ફ નામના એન્જીનિયરે Internet Protocol બનાવ્યો. એટલે કે IP અડ્રેસ. 

આ પછી નેટવર્કને લગતી અને શોધો થઇ . અનેક લોકોએ તેમની ક્ષમતા પ્રમાણે પોતપોતાનો ફાળો આપ્યો. એક પછી એક  DNS, DHCP, FTP વગેરે જેવા નેટવર્કમાં અલગ અલગ કામ માટે પ્રોટોકોલ આવવા લાગ્યા. પણ નેટવર્ક એ હજુય ઓફીસ કે લેબ પુરતું જ મર્યાદિત હતું. જેને કોઈ તમારા મારા જેવો કોઈ સામાન્ય માણસ માટે નહતું.


ઇ.સ. ૧૯૯૦ પછી …
આ દાયકો ઈન્ટરનેટનો સુવર્ણ દાયકો કહી શકાય. ઈન્ટરનેટના પિતા ગણાતા એવા અગ્રેજ સાયન્સીસ્ટ ટીમ બર્નર્સ લી એ WWW બનાવ્યું. WWW એટલે કે એવી જગ્યા જ્યાં દરેક પ્રકારની માહિતીને લગતા ડોક્યુમેન્ટ્સ અને અન્ય રિસોર્સ URL લીંક રૂપે મળી રહે. ટૂંકમાં જે નેટવર્કનો ખાનગી કંપની અને ઓફિસોમાં થતો હતો તે WWW ના કારણે જાહેર એટલે કે પબ્લિક નેટવર્ક બન્યું. ટૂંકમાં INTERNET(ટીમ બર્નર્સ લી દ્વારા બનવામાં આવેલી દુનિયાની સૌથી પેહલી વેબસાઈટ ની એક ઝલક : http://info.cern.ch/hypertext/WWW/TheProject.html )

first ever WWW web browser ! IMAGE SOURCE : વીકીપીડીયા

હવે મુખ્ય સવાલ પર ધ્યાન આપીએ ….કે….

INTERNET નો માલિક કોણ 

આ સવાલના બે જવાબ આપી શકાય …
૧. કોઈ જ નહી.
૨. ઘણા બધા લોકો.

જો તમે ઈન્ટરનેટને પેહલા જવાબ પર નવાઈ લાગી હોય તો લાગશે જ . કેમ કે ઈન્ટરનેટ એ કોઈની માલિકીનું નથી. તેના પર કોઈ પણ સરકાર કે ગૂગલ જેવી વિશાળ કંપની પણ ઈચ્છે તો પણ માલિકીના લઇ શકે. ઈન્ટરનેટ માટે કેટલીક સંસ્થાઓ છે જે તેના સ્ટ્રક્ચર અને કઈ રીતે કામ કરશે વગેરે જેવા સંશોધનો કરે છે. આ જ સંસ્થાઓ ઈન્ટરનેટને તમારા સુધી પહોંચાડે છે. 

જો બીજી રીતે જોઈએ તો ” ઘણા બધા લોકો” . હા ઘણા બધા લોકો , હજારો લોકો અને સંસ્થાઓ એ ઈન્ટરનેટના માલિક છે. ઈન્ટરનેટ એ ઘણા બધા ટુકડાઓ(સંસ્થાઓ) માં બનેલું છે, દરેક ટુકડાઓ ના માલિક છે. જેમાંથી કેટલીક સંસ્થાઓ પાસે તમારા સુધી આવતા ઈન્ટરનેટ પર અમુક અંકુશ રાખવાની સત્તા છે. તેમણે ઈન્ટરનેટની માલિકી નથી લીધી, પણ તમારા અને મારા સુધી આવતા ઈન્ટરનેટ પર તેમનો અમુક કંટ્રોલ તો છે જ.

આ સંસ્થાઓમાં સૌથી મુખ્ય અને ઉપરની છે …ARPAnet (જે આપણે પેહલા ઉપર જોઈ ચુક્યા). જે DARPA(Defense Advanced Research Projects Agency) અને ARPA(Advanced Research Projects Agency) તરીકે પણ ઓળખાય છે.

એક એવું નેટવર્ક કે જે બે કોમ્પ્યુટર ની વચ્ચેનો ટ્રાફિક સાંભળતું હોય તેને Internet backbone કેહવાય એટલે કે Internet ની કરોડરજ્જુ. ARPAnet ની સંસ્થા એ આખી દુનિયાના ઈન્ટરનેટની મુખ્ય Backbone છે. મતલબ એવું પણ કહી શકાય કે ઈન્ટરનેટ ની મુખ્ય સંસ્થા. આજે ,મોટી કંપનીઓ આ સંસ્થાઓને કેબલ અને રાઉટર પુરા પાડે છે. જેને આપણે INTERNET SERVICE PROVIDER(ટૂંકું નામ ISP) તરીકે ઓળખીએ છીએ. જેને  internet access જોઈતો હોય તો તમારે નીચેની કંપનીઓ સાથેથી લઇ શકે…

  • UUNET
  • Level 3
  • Verizon
  • AT&T
  • Qwest
  • Sprint
  • IBM

પણ તમે આ કંપનીઓ પાસે internet માટે નથી જતા. કેટલીયે ખાનગી કંપનીઓ હશે જે તમારા સુધી internet પહોંચાડે છે. પણ આ કંપનીઓ internet backbone નો ભાગ ના કેહવાય. આવી કંપનીઓએ ઉપર જણાવી તેમાની કોઈ કંપની સાથે internet માટે હાથ મિલાવ્યા હોય.

ભારતમાં ઈન્ટરનેટ ક્યારે અને કોણ લાવ્યું ? 

૧૯૯૫ના સ્વાતંત્ર્ય દિનના દિવસે ભારતમાં સરકારની કંપની VSNL(વિદેશ સંચાર નિગમ લીમીટેડ- ૧૯૯૨માં આ કંપનીને કેન્દ્ર સરકારે ખરીદી હતી. ) એ શરૂઆત કરી. આજે આ કંપની ને TATA COMMUNICATION દ્વારા ઓળખવામાં આવે છે. પણ ભારતમાં આજે internet ની વ્યવસ્થા પૂરી પાડવાની જવાબદારી ભારત સરકારની કંપની BSNLની છે.

તમે જે GTPL,Tikona, Reliance, Idea , Vodafone વગેરે કંપનીનું જે internet વાપરો છો એ તમને મુખ્યત્વે BSNL દ્વારા જ પોહચાડે છે. Internet આવતાની સાથે સાથે જ ભારતના અર્થતંત્રમાં ખાસો ફેર પડ્યો. ગામડા સુધી પોહંચી ગયું.

 

Internet – Wikipedia, the free encyclopedia

The Internet is the global system of interconnected computer networks that use the Internet protocol suite (TCP/IP) to link billions of devices worldwide. It is a …

 

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here