બંગાળ ક્રિકેટ એસોસિયન (CAB) ના પ્રેસિડેન્ટ સૌરવ ગાંગુલી એ જાહેરાત કરી કે અમિતાભ બચ્ચન સાહેબે રાષ્ટ્રગાન ગાવા માટે એક રૂપિયો પણ નથી લીધો ઉપરાંત તેમના વિમાન અને હોટેલ નો ખર્ચ પણ તેમને ખુદ ઉપાડ્યો હતો.
સોસીઅલ મીડિયા પર એવી જુઠી ખબર ફેલાવામાં આવી હતી કે અમિતાભ બચ્ચન સાહેબે ઇદન ગાર્ડન્સની મેચ માં રાષ્ટ્રગાન ગાવા માટે ચાર કરોડ રૂપિયા લીધા હતા.આવી અફવાથી બચ્ચન સાહેબના પ્રસંસકો ની લાગણી દુભાઈ હતી અને તેમને આઘાત ની લાગણી અનુભવી હતી.
અફવાઓના જોર ઉપર CAB ના પ્રમુખ સૌરવ ગાંગુલી એ પૂર્ણવિરામ મુક્યું હતું અને જાહેરાત કરી હતી કે રાષ્ટ્રગાન ગાવા માટે બચ્ચન સાહેબે કોઈ પૈસા ની માંગણી કરી નહોતી કે ના કોઈ પૈસા લીધા હતા .તેમના પ્રાયવેટ ચાર્ટડ વિમાન ની ટીકીટ અને હોટેલ માં રોકવા સુંઘી નો ત્રીસ લાખ રૂપિયા જેટલો ખર્ચ પણ તેમને ખુદ ના ખિસ્સા માંથી આપ્યો હતો.
સૌરવ ગાંગુલી એ બચ્ચન સાહેબ ને વિનંતી કરી હતી કે તેઓ પોતાના ખર્ચ જેટલા પૈસા તો લે પરંતુ અમિતાભ બચ્ચન સાહેબે સોરવ ગાંગુલી ને કહ્યું હતું કે ” જે વ્યક્તિ રાષ્ટ્રગાન ગાવા માટે પૈસા માંગે છે તે દિલ ના ગરીબ હોય છે .”