હારવું કઈ રીતે ?

નોકિયાને પૂછો !

એક જમાનામાં, નોકિયા કંપની એ મોબાઈલ જગતીમાં સૌથી મોટી ખેલાડી હતી.

નોકિયા પાસે આખી દુનિયાનું મોબાઈલ માર્કેટ એના આંગળીઓના ટેરવે હતું. તે જે પણ કઈ નવા પગલાં લેતી હતી, નફાકારક જ નીવડતા.

તેમના નવા લોન્ચ કરેલા ફોન તો માર્કેટમાં આવતાની સાથે જ અઠવાડિયામાં તો ‘ટ્રેન્ડ’ બની જતા હતા. હંમેશા એકદમ મોડર્ન ડિઝાઇન, મજબૂત બોડી વાળા, અને સ્માર્ટ નેવિગેશન સિસ્ટમ તથા બેસ્ટ કેમેરા ક્વોલિટીના ફોન. કોઈએ ક્યારેયના જોયા હોય તેવા અલગ હતા.

જો નોકિયા આટલી ઊંચાઈઓ પર હતી, તો ક્યાં ભૂલ કરી બેઠી ?

જયારે નોકિયા ઊંચાઈઓ પર હતી ત્યારે નોકિયાને ખબર હતી કે, નાની-નાની કંપનીઓ ઊંચાઈઓ પર પહોંચવા માટે આતુર છે. નોકિયાએ તેમને અવગણી !

નોકિયા એ જમાનામાં રાજા હતું, નોકિયાને કોઈપણ કંપની પાછળ રાખી દેશે તેવા તો દૂર દૂર સુધી એંધાણ નહોતા.

એપ્પલએ 29જૂન,2007ના રોજ તેનો આઈફોન દુનિયા સમક્ષ મુક્યો !

નોકિયાને તે વાતનો વિશ્વાસ જ ના થયો કે, અચાનક આવેલી એપ્પલના આઈફોનના કારણે તેને કેટલું વેચાણ ઘટ્યું . નોકિયાને પોતાનો માર્કેટશેયર ગુમાવવાનો ભય લાગ્યો.

નોકિયાએ હવે સ્માર્ટફોન લાવવાનો સમય આવી ગયો હતો. એવો સ્માર્ટફોન કે જે આઈફોનને ટક્કર આપી શકે. બરાબર તે જ સમયે, એન્ડ્રોઇડનું પહેલું વર્ઝન પણ રિલીઝ થયું હતું. નોકિયાને અહમમાં આજકાલની એન્ડ્રોઇડ સિસ્ટમ પર વિશ્વાસના બેઠ્યો. એન્ડ્રોઇડ ક્યાંથી સફળ થવાની !

નોકિયાએ એક કંપની તરીકે, સૌથી મોટી ભૂલ કરી, સ્માર્ટફોન માટે તેણે એન્ડ્રોઇડના બદલે પોતાની સિમ્બિયન સિસ્ટમનો ઉપયોગ કરવાનું વિચાર્યું. નોકિયા સાવ આશા ખોયી બેઠી હતી, અને તેણે ઉતાવળ કરીને તેનો સ્માર્ટફોન રજુ કર્યો. જે કોઈપણ રીતે આઈફોનને ટક્કર આપવા સક્ષમ નહોતો. સિમ્બિયન સિસ્ટમ ખુબ જ જૂની હતી.

જો નોકિયાએ સાવ આશા ખોયા વગર, એન્ડ્રોઇડ સિસ્ટમને અપનાવીનેસ્માર્ટફોન રજુ કર્યો હોત તો નોકિયાના બચી જવાની શક્યતાઓ ખુબ જ હતી.

સમસ્યા એ હતી કે નોકિયા મોબાઈલ જગતના રાજા તરીકેની તેમની પ્રતિષ્ઠા ગુમાવવાથી ડરતી હતી, અને પરિવર્તનને સ્વીકારવા નહોતી માંગતી.


આ પરથી આપણે એટલું તો શીખી જ શકીયે કે,

(ઊંચાઈઓ પર પહોંચ્યા પછી) જો એકવાર તમને પડવાનો ( નિષ્ફળ થવાનો ) ડર લાગી ગયો તો તમે બહુ સમય સુધી ઉભા પણ નહી જ રહી શકો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here