એક જમાનો હતો કે કે જયારે ડેટા ને સ્ટોર કરવા માટે જયારે હાર્ડડિસ્ક શોધાઈ ત્યારે શરૂઆતમાં તેની ક્ષમતા માત્ર ને માત્ર ૫ MB ની જ હતી . મને તો હાલ પણ એવું સાંભળીને હશું જ આવે , કેમ કે આજે આપના મોબાઈલ કે કોમ્પ્યુટરમાં જ એક ગીત ની સાઈઝ આશરે 4-5 ની હોય છે . ટેકનોલોજીની દુનિયામાં રોજ રોજ નવી નવી શોધ થાય છે. પણ એ બધી માંથી અમુક જ દુનિયા પર પોતાનો ઈજારો ચલાવી શકે છે. આવી જ એક શોધ છે જેણે રોજીંદા જીવનમાં આપણા ઘરમાં અને ઓફીસોમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે . હાર્ડ ડિસ્ક !!

કેલીફોર્નિયા માં યોજાવેલી ‘ફેલ્શ મેમરી સમિટ’ માં સેમસંગ એ દુનિયાની સૌથી વધુ કેપેસિટી વળી હાર્ડ ડ્રાઈવ રજુ કરીને સમગ્ર દુનિયાને ચોંકાવી દીધા .આ હાર્ડડિસ્ક નું નામ સેમસંગે PM1633a રાખ્યું . જેની કેપેસિટી ૧૬TB , અને સાઈઝ ૨.૫ ઇંચ !આ પેહલા ‘સીગેટ’ અને ‘વેસ્ટર્ન ડિજીટલ’ કંપનીઓએ 8-10 TB ની હાર્ડ ડિસ્ક રજુ કરી હતી. હવે તમે જ ઉપરનો ફોટો જોઇને વિચાર કરી શકો છો કે ૬૦ વર્ષમાં આપણે કેટલેથી કેટલે પહોંચી ગયા .આ હાર્ડ ડ્રાઈવ નહી પણ ‘સોલીડ સ્ટેટ ડ્રાઈવ’ છે ,જે હાર્ડ ડ્રાઈવ કરતા પણ વધુ ઝડપી હોય છે.આ SSD ની સ્પીડ 1.2GB/સેકંડ છે.
૧૬ TB એટલે ૧૬ X ૧૦૨૪ = ૧૬૩૮૪ GB જેટલી થાય . પણ આમાં થી આપણ ને ૧૫.૩૮ GB વાપરવા મળે . આટલી સાઈઝ આપણે આપણા રોજીંદા જીવનના આંકડા સાથે સરખાવીએ તો ….
- ૭ બિલિયન ટાઈપ કરેલા પેજ
- ૩૫૦૦ જેટલી DVD
- ૧૨.૮ માનવ મગજ
ના સમોવડું થાય .
આ હાર્ડડિસ્ક ની કિંમત કેટલી છે એ હાલ સેમસંગે જાહેર નથી કર્યું . પણ તેની કિંમત લગભગ ૪,૭૪,૦૦૦ રૂપિયા જેટલી આંકવામાં આવી રહી છે .