ગુગલ બાબા ની વાત માનીએ તો લગભગ ૬૫% થી પણ વધુ ” યૂથ ” ( સાદી ભાષામાં જુવાન્યા ) ભારત માં રહેલુ છે. એટલે કે ભારત માં કૌભાંડ કરવા વાળા સિવાય યુવાધન પણ કૂટીકૂટી ને ભરેલુ છે.
હા તો ૬૫% યુવાધન માં થી ૫૩% યુવાધન એન્જિનિયર , ૭૦% યુવાધન ડેસ્પરેટ અને ૪૫% યુવાધન ડેસ્પરેટ એન્જિનિયરો છે ! જેમ રોજ સવારે બુટ ના મોજા , સારી કોલેજ માં એડમિશન , ગ્રેજ્યુએટ થયા પછી નોકરી , બહાર જવાનું થાય ત્યારે બાઈક ની ચાવી , આસ્થા ચેનલ ફુલ વોલ્યુમ પર ચાલતી હોય ત્યારે રિમોટ નથી મળતુ , બસ એમ જ ભારત ના યુવાધન ને એમનો જોઈતો પ્રેમ નથી મળતો હોતો !

પહેલા હું પેલા ૫૩% વાળા માં આવતો હતો , પણ એક દિવસ સવાર સવાર માં બપોરે બે વાગ્યે હું અનડિફાઈનેબલ આકાર ના વાળ , હાથ માં મોબાઈલ , આંખો માં સપના લઈને ફેસબુક મચેડતો હતો ! ત્યાં જ ૪૦ ની સ્પીડ થી ફેસબુક વોલ પર ફરતી મારી આંગળી એક જગ્યા એ અચાનક જ અટકી પડી , પોસ્ટ હતી .. ” If Your Name Starts With D , You will Be Single Forever “. જીંદગી માં પહેલી વખત મને અસાઈન્મેન્ટસ , મીડસેમ , GTU અને ડીટેઈન લિસ્ટ સિવાય ના કોઇ વિષય નુ ટેન્શન થઈ આયુ !

હવે આવુ કંઈક થાય એટલે આપણે સલાહ લેવા જઈએ ભઈબંધ પાસે. એટલે આ મામલા માં હું અમારા ગ્રુપના સૌથી અનુભવી માણસ એટલે કે ” આકાશ “સર પાસે ગયો. ( તમારી જાણકારી માટે કહી દઉં કે આકાશ સર ને અત્યાર સુધી ૪૫ વખત પ્રેમ થયો છે અને એમાંથી ૨૦ વખત તો છોકરી સાથે પણ થયો છે ) હા તો આકાશ સરે મને ” ટીન્ડર” વાપરવાની સલાહ આપી !

જેમને નથી ખબર કે ટીન્ડર શું છે એમની જાણકારી માટે કહી દવ કે ટીન્ડર એટલે શાદી.com વીથ કન્ડિશન્સ અપ્લાયેડ . હજી સારી રીતે સમજવું હોય તો ટીન્ડર એ સ્વયંવર જેવુ છે. એમાં છોકરાઓ સિલેક્ટ કરે છે અને છોકરીઓ રિજેક્ટ ! ટીન્ડર એક પેરેલલ વર્લ્ડ જેવુ છે. ત્યાં છોકરાઓ ને ઓછી અને છોકરીઓ ને વધારે “ઓપ્શન” મળે છે ! હા, છોકરીઓ ને વધારે ઓપ્શન અને છોકરાઓ ને વધારે ડિસઅપોઈન્ટમેન્ટ મળે છે . હા એટલે ટીન્ડર માં તમને કોઈ ગમે તો રાઈટ સ્વાઈપ કરવાનુ ના ગમે તો લેફ્ટ ! બે જણ એક બીજા ને રાઈટ સ્વાઈપ કરે તો એક અલગથી ચેટ બોક્સ ખુલે જ્યાં તમે થોડુ ખુલી ને ડિસઅપોઈન્ટ થઈ શકો છો.

આ સિવાય ટીન્ડર વાપરવા માટે એક નિયમ બાંધી દેવો ( રૂલ નંબર ૧ ) ઓકાત માં રહેવાનુ !
જો છોકરી બવ સુંદર લાગતી હોય ને તો સેલ્ફ રીજેક્શન કરી જ નાખવાનું .બવ ચચપચ નઈ કરવાની , એકાદ એવુ ફીચર આવવુ જોઈએ કે બવ સુંદર લાગતી છોકરી ના પ્રોફાઈલ પર રાઈટ સ્વાઈપ કરીએ તો પોતાનો આધાર કાર્ડ વાળો ફોટો આવી જવો જોઈએ.

હા તો મેં પણ આકાશ સર ની સલાહો અને બાકીના મિત્રો ની દુઆઓ લઈને ટીન્ડર ચાલુ કર્યુ. ટીન્ડર પર જાતજાતની છોકરીઓ : ચોપડીઓ ની દુકાન જેવુ , જાડી-પાતળી-નાની-મોટી બધી વેરાયટી મળી રહે ! ઢગલાબંધ છોકરીઓને સિલેક્ટ કરીને રિજેક્ટ થયા પછી , જ્યારે મારો ઈશ્વર પરથી વિશ્વાસ બસ ઉઠવાની તૈયારી માં જ હતો ત્યારે મારુ પણ ગોઠવાયું ( એટલે કે મેચ આવ્યુ )

ક્વેશ્ચન પેપર અને છોકરીઓ ની બાબતમાં મને ક્યારેય ચોઈસ જેવુ મળ્યું નથી , જે મળે એ જ ખરૂ . તો ઓકાત અનુસાર “ગોઠવાયા” બાદ આપણે વાતો ચાલુ કરી .. ૩૯ પ્લાન કેન્સલ થયા બાદ આખરે મળવાનો પ્લાન બન્યો અને જગ્યા ડિસાઈડ કરવાનુ મારે માથે આવ્યુ .

હવે એક ગુજરાતી હોવાના નાતે માણસ બજેટ ઓરિએન્ટેડ તો હોય જ ! એટલે એવી જગ્યા નક્કી કરી જ્યાં નાસ્તા ના નામે ફક્ત નાની-મોટી લારીઓ જ હોય , કોઈ રેસ્ટોરન્ટ ના હોય , બજરંગીઓ નો ત્રાસ ના હોય. અઢી દિવસ વિચાર્યા પછી મેં એક “યુનિક” જગ્યા નક્કી કરી – “રિવરફ્રન્ટ”.

આગળ ની વાત જરા પોલિટિકલ ભાષામાં કહુ તો ,
ફોટામાં “વિકાસ મોડેલ” બરાબર હતુ પણ ખરેખર જોવા ગયો તો વિકાસ ચારે બાજુ થી ગાંડો થયો હતો. મનમાં થયુ “મારા હાળા છેતરી ગયા” અને હું ત્રિપુરા માં જેમ કોંગ્રેસ રફુચક્કર થઈ ગઇ એમ જ રિવરફ્રન્ટ માં થી રફુચક્કર થઈ ગયો !

જેશી ક્રશ્ના

દર્શવાણી : ગર્લ ફ્રેન્ડ અને ગર્લફ્રેન્ડ વચ્ચે ફેસબુક અને ટીન્ડર જેટલો ફરક હોય છે !

12 COMMENTS

  1. હું પણ ટીન્ડર નામક શાદી.com થી છેતરાયો છું. મારા પછી લોકોનું ગોઠવાયી ગયું પણ હજી પણ હું ડાબે જમણે સરકાવ્યા કરી રહ્યો છું અને એક પણ match આવ્યું નથી. બીપ બીપ.

  2. તારા પછી આ શાદી.com નો અખતરો અમે પણ કરી જોયો
    એટલે જ કહું છું તારા શબ્દો 100% સાચા છે..

  3. સીનીયર લોકો ની વાત થી લાગી રહ્યુ છે,મારે બી ખાતુ ખોલાવવુ પડશે,tinder મા…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here