રઈસ ફિલ્મના ડાયલોગની એક લાઈન તમને જરૂર યાદ હશે,
“ગુજરાત કી હવા મેં હી વ્યાપાર હૈ…”
વેપાર બાબતે ગુજરાતીઓની ખુમારીના દાખલા આપણે આપીયે તેટલા ઓછા છે. માત્ર ગુજરાતીઓની વ્યાપારની આવડત આજકાલની નહીં, વર્ષો જૂની છે. મહાભારતમાં પાટણનો ઉલ્લેખ એક વ્યાપાર માટેના કેન્દ્ર તરીકે થયો છે.
ગુજરાતીઓની આ ખુમારીનું એક કારણ કહું તો, ગુજરાતનો લાંબો દરિયાકિનારો છે. જેનાથી જુના જમાનાના લોકો માટે વ્યાપાર માટે નો એક વિશાળ માર્ગ ખુલ્લો હતો.

સત્તરમી સદીમાં…
દુનિયાનો સૌથી ધનિક વેપારી સુરતનો વીરજી વોરા હતો. જેમના મુખ્ય ગ્રાહકો બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયા કંપની અને ડચ ઇસ્ટ ઇન્ડિયા કંપની હતા.

તેમનો મુખ્ય વ્યવસાય હૉલસેલ ટ્રેડિંગનો હતો. તેમના અન્ય વ્યવસાયો લોન ધિરાણ અને બેન્કિંગ હતા.
તેઓ ભારતમાં થી સોના-ચાંદીથી માંડીને કાપડ, ગળી, લાખ, મીણ, અકીક, પથ્થરની બનાવટો, હાથીદાંત, પારો, સીસું, સૂંઠ, મરી, ખાંડ, છરી-ચપ્પુ, વાસણો જેવી વસ્તુઓનો નિકાસ કરતા હતા.
તેમની શાખાઓ ભારત સિવાય અરબની ખાડીઓમાં તથા દક્ષિણ પૂર્વ એશિયામાં કેટલાય બંદરો પર હતી.
ટૂંકમાં, વીરજી વોરા મલ્ટીનૅશનલ બ્રાન્ડ હતા.
બ્રિટિશ ઇસ્ટ ઇન્ડિયાના ‘ઇન્ડિયા ઓફિસ રેકોર્ડ’ ના ડેટાબેઝ મુજબ, વીરજી વોરા તેમના જીવનકાળમાં દુનિયાના સૌથી ધનિક વેપારી હતા.
( અંદાજે 1635 આસપાસ… ) તેમની સંપત્તિ, 80 લાખ રૂપિયા હતી. તે સમય દરમિયાન જ તાજમહેલનું પણ બાંધકામ થયું હતું, તેનો કુલ ખર્ચ અંદાજે 3 કરોડ, 20 લાખ રૂપિયાનો હતો. ( હસતા પહેલા વિચારજો, કે આ સત્તરમી સદીના રૂપિયાની વાત છે, નહી કે આ 21મી સદીનો રૂપિયો! )
( 1646માં ) ભારતમાં ચા-કોફી લાવનાર પણ વીરજી વોરા જ હતા. ભારતમાં તેમણે જ ચા-કોફીનો વેપાર શરુ કર્યો હતો ! તમે એમ પણ કહી શકો કે, ચા-કોફી પીવાની શરૂઆત પણ સુરતીઓ એ જ કરેલી.
( 1664માં ) જયારે છત્રપતિ શિવાજી મહારાજએ સુરત પર ચડાઈ કરી ત્યારે વીરજી વોરાએ તેમની સંપત્તિ દાનમાં આપી દીધી હતી. ( આ બાબતે ઇતિહાસકારોના મત અલગ-અલગ છે !)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here