હેકિંગ !!! આ વળી છે શું ?

1
2334

 

                                                                                        હેકિંગ !!!  શબ્દ સાંભળતા જ કઈ વિચિત્ર લાગે ઘણા લોકો ને તો સરખી રીતે બોલતા ના ફાવે એટલે ઘણા લોકો  હેંગ (Hang) શબ્દો વાપરે  પણ આ હેકિંગ વળી છે શું ? આ થાય કઈ રીતે ? હેકર કઈ રીતે બનાય ? શું હેકીંગ કરવું  લીગલ છે ?                                                                                                                                                                                                                      આ તમામ પ્રશ્નો ના જવાબ આજે તમને અહી મળશે. હેકિંગ શબ્દ નો અર્થ ચોરી જ સમજવામાં આવે છે પણ આ ભ્રમ છે.  હેકર ને ચોર કેવું ૧૦૦% યોગ્ય નથી ,  હેકર એ વ્યક્તિ છે જે સીસ્ટમ ને પોતાની ઈચ્છા અનુસાર નચાવી શકે પરંતુ જરૂરી નથી કે  દરેક વ્યક્તિ ચોરી જ કરે  હેકર ના પણ પ્રકાર હોય છે.

 

હેકર ના મુખ્ય પ્રકાર :

  1. બ્લેક હેટ હેકર (Black Hat)
  2. વાઈટ હેટ હેકર (White Hat)
  3. ગ્રે હેટ હેકર (Grey Hat)

 

[1]  Black Hat Hacker (બ્લેક હેટ હેકર):

બ્લેક હેટ હેકર નામ માં જ કાળો શબ્દ આવે છે અને નામ એવા કામ !! હા બરાબર સમજ્યા આ પ્રકાર ના લોકો હેકિંગ કરી ખોટા કામ કરે મતલબ પોતાના ફાયદા માટે પોતાના નોલેજ નો  દુરુપયોગ કરી બીજા નું નુકશાન .

જેમકે કોઈ વેબસાઈટ કે સર્વર માંથી ડેટા ની ચોરી, ક્રેડીટ કાર્ડ ની માહિતી ની ચોરી, કેટલીક વાર આ લોકો ખંડની પણ માંગતા હોય છે (black mailing).

[2] White Hat Hacker (વાઈટ હેટ હેકર ):

ફરીથી નામ એવા ગુણ , સફેદ રંગ મુજબ આ પ્રકાર ના હેકર હેકિંગ તો કરેજ છે પણ પરમીશન સાથે. તેમને એથીકલ હેકર પણ કહે છે , મોટી મોટી કંપનીઓ તમને હજારો લાખો રૂપિયા આપે છે માત્ર તેમની સીસ્ટમ માં રહેલી ખામી શોધવામાં માટે. તેમને સાઈબર સીકયોરીટી નિષ્ણાત પણ કહે છે. પોલીસ થી લઇ ને Google  ને તેમની જરૂર પડે છે.

[3] Gray Hat Hacker (ગ્રે હેટ હેકર ):

ગ્રે હેટ હેકર એટલે બ્લેક હેટ અને વાઈટ હેટ  નું કોમ્બીનેશન (મિશ્રણ)  આ પ્રકાર ના હેકર બંને રીત ના કામ કરતા હોય છે ક્યારેક આ લોકો કામ વાઈટ હેટ જેવા કરે છે પણ પરમીશન વગર જે લીગલ નથી અને ક્યારેક આ લોકો બ્લેક હેટ તરીકે પણ કામ કરતા જોવા મળે છે.

 

એથીકલ હેકિંગ શું છે અને કઈ રીતે બનવું ?

  • એથીકલ હેકિંગ એટલે જ વાઈટ હેટ હેકિંગ મતલબ કે જે હેકર્સ સીસ્ટમ ની સિક્યોરીટી ટેસ્ટ કરવા માટે તેને હેક કરે છે  જો તમે કોમ્પ્યુટર કે આઈ .ટી . જેવી ફિલ્ડ સાથે જોડાયેલા છો તો તમે પણ હેકર બને શકો છો . તેના માટે તમારે અમુક પ્રકાર ના કોર્ષ કરવા પડે અથવા તો તમે  ઇન્ટરનેટ અને બુક્સ નો સહારો પણ લઇ શકો છો.
  • એથીકલ હેકર્સ ની માંગ આવનારા સમય માં સારી આવી રહેશે કારણ કે ઇન્ટરનેટ દ્વારા  દુનિયા નાની થતી જાય છે અને બધી વસ્તુ શોપિંગ થી લઇ ને બેન્કિંગ ઓન્લાઈન થતા તેની સિક્યોરીટી ની પણ તેટલી જ જરૂર છે .
  • શરૂઆત તમને પ્રોગ્રામિંગ લેન્ગવેજ શીખવાથી કરી શકો છો ઉપ્રાંત યુનિક્ષ ઓપરેટીંગ સીસ્ટમ શીખવી પણ જરૂરી રહેશે .
  • આગળ જતા તમે સીસ્ટમ માં ખામી શોધી ને તેને હેક કરી શકો છો પણ તેના માટે ઘણું બધું શીખવું જરૂરી છે.

 

હાલ પુરતું એટલુજ હેકિંગ ના પ્રકારો વિષે આપણે પછી ક્યારેક જોઈશું અને  બની શકશે તો વિડીયો સ્વરૂપે પૂરું પાડવાનો પ્રયત્ન કરીશું.

 

 

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here