નર્મદ

યા હોમ કરી ને પડો ફતેહ છે આગે – નર્મદ

ગુર્જરધરા પર વીર નર્મદનાં નામથી જાણીતા એવા કવિ નર્મદશંકર લાલશંકર દવેનો જન્મ ૨૪ ઓગસ્ટ ૧૮૩૩નાં રોજ સુરતમાં અને સ્વર્ગવાસ ૨૬ ફેબ્રુઆરી ૧૮૮૬ના રોજ મુંબઈ ખાતે થયો હતો. તેઓ વ્યવસાયે એક કવિ અને નવલકથાકાર હતા.ગુજરાતી સાહિત્યમાં અર્વાચીનયુગનો રીતસરનો પ્રારંભ નર્મદથી જ થયો છે. GujjuGEEK.COM ની ટેગ લાઈન પણ છે “યા હોમ કરી ને પડો ફતેહ છે આગે” શૌર્ય અને ઉત્સાહવર્ધક આ પંકિતોમાં એટલી તાકાત છે કે મરવા પડેલાને પણ ઉભો કરી દે. સાદી ભાષામાં આ પંક્તિ અર્થ કરી શકાય કે હિંમતપૂર્વક આગળ વધ જીત નિશ્ચિત છે. (Go ahead, Victory is yours.)

 

 

Credits: Internet

ઓડિયો સાંભળવા માટે પ્લે બટન પર કલીક કરો.

Song: YA HOM KRI NE PDO FATEH CHHE AAGE

Lyrics: Narmad

Singer: Nirupama, Ajit Sheth &Chorus

 

Download Ya Hom Kari Ne Pado – Nirupama & Ajit Sheth

રાગ/તાલ: લાવણી

સંદર્ભ: “નર્મકવિતા”

સહુ ચલો જીતવા જંગ, બ્યૂગલો વાગે;
યા હોમ કરીને પડો ફતેહ છે આગે.

કેટલાંક કરમો વિષે, ઢીલ નવ ચાલે,
શંકા ભય તો બહુ રોજ, હામને ખાળે;
હજી સમય નથી આવિયો, કહી દિન ગાળે,
જન બ્હાનું કરે નવ સરે, અર્થ કો કાળે;
ઝંપલાવવાથી સિધ્ધિ જોઇ બળ લાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કર્યો પર્શુએ પૂરો અર્જુનને,
તે પરશુરામ પરસિધ્ધ, રહ્યો નિજ વચને;
સાહસે ઈંદ્રજિત શૂર, હણ્યો લક્ષ્મણે,
સાહસે વીર વિક્રમ, જગ્ત સહુ ભણે;
થઈ ગર્દ જંગમાં મર્દ હક્ક નિજ માગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે કોલંબસ ગયો, નવી દુનિયામાં,
સાહસે નિપોલ્યન ભીડ્યો યૂરપ આખામાં;
સાહસે લ્યુથર તે થયો પોપની સામાં,
સાહસે સ્કાટે દેવું રે, વાળ્યું જોતામાં;
સાહસે સિકંદર નામ અમર સહુ જાગે,

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

સાહસે જ્ઞાતિનાં બંધ કાપી ઝટ નાખો,
સાહસે જાઓ પરદેશ બીક નવ રાખો;
સાહસે કરો વેપાર, જેમ બહુ લાખો,
સાહસે તજી પાખંડ, બહ્મરસ ચાખો;
સાહસે નર્મદા દેશ-દુ:ખ સહુ ભાગે.

યા હોમ.. સહુ ચલો.. યા હોમ…

વીર નર્મદ

સ્વર: પાર્થિવ ગોહિલ

સંગીત: મેહુલ સુરતી

આલ્બમ: નર્મદધારા

 

નોંધ: જણાવાનું કે પ્રસ્તુત કાવ્યમાં ઘણી જગ્યાએ જોડણી ભૂલથી ખોટી નથી ટાઈપ કરવામાં આવી પરંતુ કવિ નર્મદ એ તે સમયે લખાતી ગુજરાતીને અનુરૂપ લખેલ છે. સંદર્ભ– “નર્મકવિતા” ખંડ – 1 પાના નં. – 42 પ્રકાશક: કવિ નર્મદ યુગાવર્ત ટ્રસ્ટ, સૂરત, ગુજરાત.

જય જય ગરવી ગુજરાત

About the author

Ujjval

1 Comment

Click here to post a comment

Featured